અત્યાર સુધી સ્ટાર પ્લસના શો ‘અનુપમા’માં તમે જોયું હશે કે શાહ હાઉસમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, જ્યાં બાપુજી આખા કાપડિયા પરિવારને હોળી ઉજવવા આમંત્રણ આપે છે.
નાની અનુના ગયા બાદ જાણે કપાડિયા પરિવાર ઉપર જાણે આભ ફાટી પડ્યું હોય તેવું લાગે છે. આથી આખો પરિવાર ખુબ જ ગમમાં છે.અનુજ સિવાય બાકીના બધા હોળી ઉજવવા શાહ હાઉસે જાય છે, અનુપમા પણ બધા સાથે હોળી ઉજવે છે.. અનુજ અનુપમાને ખુશ જોઈને તેના પર ગુસ્સે થઇ જાય છે..
અનુજને અનુપમા પર ગુસ્સો આવે છે.
આજના એપિસોડમાં બતાવવામાં આવશે કે અનુપમાનો મૂડ સુધારવા માટે બાપુજી ગીતો અને ડાન્સ વગેરે વગાડે છે. એટલામાં અનુજ આવે છે અને અનુપમાને ખુશ જોઈને તે ગુસ્સે થઈ જાય છે.જ્યારે અનુપમા ખુશીથી તેને રંગવા આવે છે, ત્યારે તે તેના પર બૂમો પાડવા લાગે છે.
તે કહે છે કે એકબાજુ તેની પુત્રી તેમની સાથે નથી અને તે અહીં ઉજવણી કરી રહી છે. હોળી અનુપમા ખુશીઓ લાવી હશે , પણ તેના માટે નહીં.તે આક્રમક રીતે અનુપમાને રંગ લગાવે છે અને રડતા રડતા રંગ લગાવીને ત્યાંથી નીકળી જાય છે.
શાહ પરિવાર અનુજના વર્તનથી નારાજ છે.
અનુપમાના બાળકોને અનુપમા સાથે અનુજનું આવું વર્તન કરવું પસંદ નથી આવતું. સમર કહે છે કે તેની માતા સાથે આવો વ્યવહાર કોઈ કરી શકે નહીં.જો કે અનુપમાનું કહેવું છે કે તેની અને તેના પતિ વચ્ચે વાત કરવાનો કોઈને અધિકાર નથી.અનુપમા અનુજની પાછળ જાય છે.
શાહ હાઉસમાં અનુજના આ વર્તનની ચર્ચા ચાલે છે અને બીજી બાજુ વનરાજ ખુશ થાય છે. જ્યારે કાવ્યા તેની ખુશીનું કારણ પૂછે છે, ત્યારે તે પોતાને યાદ કરાવે છે કે તેણે પણ તેના બાળકો માટે આવું કર્યું હતું, ત્યારે લોકોને ગેરસમજ થઈ હતી.હવે ખબર પડી કે અનુજ પણ મહાન નથી.
વનરાજનો રસ્તો હવે સાફ છે.
જ્યારે બાપુજી અનુજને મનાવવા કાપડિયા હાઉસે જવાનું કહે છે, ત્યારે વનરાજ તેને રોકે છે. તે કહે છે કે અનુપમાએ કહ્યું હતું કે તેમની વચ્ચે બોલશો નહીં, નહીં તો અનુજને ખરાબ લાગશે.
જો કે, તેના દિલમાં વનરાજ પણ ઈચ્છે છે કે અનુજ અને અનુપમા વચ્ચેનું અંતર વધે જેથી તેનો રસ્તો સાફ થઈ જાય.બીજી તરફ, અનુજ છોટી અનુ સાથે વાત કરવા માટે ખૂબ જ ફોન કરે છે, પરંતુ માયા ફોન ઉપાડતી નથી.આ દરમિયાન અનુપમા અનુજ સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે.
અનુજે અનુપમા સાથે સંબંધ તોડી નાખ્યો
લેટેસ્ટ પ્રોમોમાં બતાવવામાં આવ્યું હતું કે અનુજ કહે છે કે કાપડિયા હાઉસમાં તેનો દમ ઘૂંટાય છે.જ્યારે અનુપમા પૂછે છે કે શું તેના સંબંધમાંથી પણ? ત્યારે અનુજ જવાબ આપે છે કે હવે તેમની વચ્ચે કોઈ સંબંધ નથી રહ્યો.આ કારણે અનુપમા ભાંગી પડે છે.હવે જોવાનું એ રહેશે કે તેમના સંબંધો કયા વળાંક લે છે..
Leave a Reply