અનુજ નાની અનુના જતા વેત ભૂલી ગયો પોતાનો 26 વર્ષનો પ્રેમ, અનુપમા ને છૂટાછેડા આપીને કરી દેશે દૂર…

સ્ટાર પ્લસની એકદમ પોપ્યુલર સિરિયલ ‘અનુપમા’ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે.રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અભિનીત ‘અનુપમા’ની આખી સ્ટોરી આજકાલ નાની અનુની આસપાસ ફરે છે..

શોમાં બતાવવામાં આવશે કે છોટી અનુ અનુજ અને અનુપમાને છોડી દેશે. પણ તેના ગયા પછી અનુજ અને અનુપમા વચ્ચે અંતર આવી જશે.આ અંતરો એટલી હદે વધી જશે કે અનુજ તેનો 26 વર્ષનો પ્રેમ ભૂલી જશે અને દરેક બાબત માટે અનુપમાને દોષ આપશે. આનસંબંધિત, રૂપાલી ગાંગુલીની ‘અનુપમા’નો પ્રોમો વીડિયો પણ રિલીઝ થયો છે, જેણે ચાહકોના દિલ પણ તોડી નાખ્યા છે.

‘અનુપમા’ના આ પ્રોમો વીડિયોમાં જોવા મળ્યું હતું કે નાની અનુના ગયા પછી અનુજ સંપૂર્ણપણે તેનું સાન ભાન ખોઈ બેસે છે..અનુપમા તેને હેન્ડલ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે તેના બદલે અનુજ તેના પર પ્રહાર કરે છે. નાની અનુની તસવીરો જોઈને અનુજની આંખોમાં આંસુ આવી જાય છે.આવી સ્થિતિમાં અનુપમા તેની પાસે આવે છે અને કહે છે, “તમે સુવાની કોશિશ જ નહિ કરો તો તમને ઊંઘ કેવી રીતે આવશે? હું પણ છોટીને ગુમાવીને દુઃખી છું.”

આના પર અનુજ ગુસ્સે થઈ જાય છે અને કહે છે, “તમે શું ગુમાવ્યું છે? તમારા ત્રણેય બાળકો છે. તમારો આખો પરિવાર છે. હું એકલો રહી ગયો છું. તમારા આ શબ્દો મને વારંવાર નાની અનુની યાદ અપાવે છે.” તારો સાયો મને અંધારા તરફ લઇ જાય છે,,હું તારી સાથે આ ઘરમાં ગૂંગળામણ અનુભવું છું..

અનુપમાનો પ્રોમો જોઈને ચાહકો ગુસ્સે થઈ ગયા..

અનુજનું આ વર્તન અનુપમાને સંપૂર્ણપણે ભાંગી નાખે છે અને ધ્રૂજવા લાગે છે.’અનુપમા’નો આ પ્રોમો વીડિયો જોઈને ચાહકો પણ ચોંકી ગયા હતા. તેઓએ અનુજ તેમજ મેકર્સ પર નારાજગી વ્યક્ત કરી હતી, સાથે જ અનુજની તુલના વનરાજ સાથે કરી હતી. પ્રોમો વિડિયો પર નારાજગી વ્યક્ત કરતા એક યુઝરે લખ્યું, “અનુજ પહેલા અંધ હતો. પહેલા તેને ખબર ન હતી કે અનુપમાના ત્રણ બાળકો છેભાઈ..અનુજ હવે વનરાજ કરતા વધુ ગુસ્સે છે. બિચારી અનુપમા કરે તો શું કરે?? શું તેં હવે પોતાના છોકરાઓને ફેંકી દે?? બુદ્ધુ અનુજ!!

‘અનુપમા’ના પ્રોમો પર નારાજગી વ્યક્ત કરનારાઓ અહીં જ અટક્યા નથી.એક યુઝરે લખ્યું, “અનુપમાને જોઈને લાગે છે કે આટલું સારું હોવું ખરેખર યોગ્ય નથી. “અનુજ પર ગુસ્સો ઠાલવતા એક યુઝરે લખ્યું, “બધા એક સરખા હોય છે.

વનરાજે પણ આવું જ કર્યું હતું. પણ અનુજ, મને તારાથી શરમ આવે છે. તારી પાસેથી આની અપેક્ષા નહોતી..આ 25 વર્ષનો પ્રેમ હતો, તો તમે ગઈ કાલની આવેલી છોકરી માટે અનુપમા તરફ આવો વ્યવહાર કરો છો.. જો અનુજને તેની પોતાની પુત્રી હોત, તો મને ખબર નથી કે આ માણસે શું કર્યું હોત..!!


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *