ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. આ સીરિયલમાં અત્યાર સુધીમાં ઘણા કપલની લવ સ્ટોરી બતાવી ચુક્યા છેં અને દરેકને ચાહકોએ તેમને ભરપૂર પ્રેમ આપ્યો છે.
આ દિવસોમાં સ્ટોરી અક્ષરા અને અભિમન્યુની આસપાસ ફરે છે. હાલમાં પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપડા સિરિયલ મેઈન લીડ રોલ ભજવી રહ્યા છે. આ દિવસોમાં સીરિયલમાં જોવા મળી રહ્યું છે કે છ વર્ષના લીપ પછી અક્ષરા અને અભિમન્યુ મળ્યા છે અને બંને એકબીજાને જોઈને ફરીથી જૂની યાદોમાં ખોવાઈ જાય છે.
જો કે, આ બધાની વચ્ચે અભિનવ નોર્મલ છે અને અક્ષુ સમક્ષ પોતાની દિલની વાત ખોલવાનો પ્રયાસ કરે છે. પરંતુ સ્ટોરીમાં વળાંક અહીં સમાપ્ત થતો નથી.ચાલો તમને જણાવીએ કે આગામી એપિસોડમાં શું થશે.
View this post on Instagram
અક્ષરાને ન ગાતી જોઈને અભિમન્યુ આશ્ચર્યચકિત થઈ જશે..
સિરિયલમાં અક્ષરાને સિંગર બતાવવામાં આવી હતી પરંતુ સ્ટોરીમાં હવે લીપ સાથે અક્ષરા પણ બદલાઈ ગઈ છે. તેણે ગાવાનું બંધ કરી દીધું છે અને હવે આ વાત અભિમન્યુની સામે પણ આવશે.આગામી એપિસોડમાં, તે જોવા મળશે કે દરેક વ્યક્તિ અક્ષરાને લગ્નમાં ગાવાનું કહેશે, પરંતુ તે બધાને કહેશે કે તેને ગાતા આવડતું નથી. અભિમન્યુ આ સાંભળતા જ ચોંકી જાય છેં.
બીજી તરફ, આ દરમિયાન અભિમન્યુને તેની માતાનો ફોન પણ આવે છે, જેના કારણે તે વાત કરતી વખતે ભાવુક થઈ જાય છે. આ સીન પછી અક્ષરા લગ્નમાં જોરદાર ડાન્સ કરે છે અને સાથે સાથે બધાને ડાન્સ કરાવે છેં..
અક્ષરાનો નવો લૂક જોઈને અભિ ચોંકી જશે
સીરિયલમાં આગળ જોવા મળશે કે અભિનવ અક્ષરા માટે કોફી બનાવે છે.આ દરમિયાન, લગ્નમાં લાઇટો બંધ થઈ જાય છે, ત્યારબાદ અભિમન્યુ અને અક્ષરા અલગ-અલગ રૂટ પરથી લાઈટો ચેક કરવા જાય છે, જ્યાં બંનેને ખબર પડી કે લાઈટો ચોરાઈ રહી છે. આ દરમિયાન અક્ષુ લાઈટ ચોરને ખૂબ જ માર મારે છેં અને અભિમન્યુ આ જોઈને ચોંકી જાય છે અને પછી બંને એકસાથે ઘરની લાઈટો ચાલુ કરે છે. આ પછી બધા લગ્નને એન્જોય કરે છેં.
View this post on Instagram
અક્ષરાને અભિમન્યુની ચિંતા થશે
સિરિયલમાં રસપ્રદ ટ્વિસ્ટ અંતમાં જોવા મળશે.સીરિયલમાં આગળ, જોવા મળશે કે અભિનવ અભિમન્યુને શક્કરિયા ખવડાવે છે અને તેં અક્ષરા જોઈ જાય છે, ત્યારબાદ તે અભિને તે ખાવાનું બંધ કરવા જણાવે છેં..આ દરમિયાન તે પોતાનો અવાજ મોટો કરીને કહે છેં કે તે શક્કરિયા છે, તેં ન ખાય…
આ ઉપરાંત, આગળ એ પણ જોવામાં આવશે કે અભિમન્યુ અને અભિનવ દારૂના નશામાં એકબીજા સાથે વાત કરશે. આ દરમિયાન અભિનવ અભિને ચોર કહેશે. તે તેને કહેશે કે તેણે અક્ષુ તેની પાસેથી છીનવી લીધી છેં. અક્ષરા પણ આ વાત સાંભળીને ચોંકી જશે..
Leave a Reply