નાના પડદાની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કુંડલી ભાગ્યમાં રોજેરોજ ટ્વિસ્ટ અને ટર્નસ જોવા મળી રહ્યા છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈના છેલ્લા એપિસોડમાં તમે જોયું કે એક બાળકનો પીછો કરતી વખતે અક્ષરા જંગલની વચ્ચે પહોંચી જાય છે અને પોતાનો રસ્તો ભૂલી જાય છેં.
દરેક પરિવારજનો અક્ષરા ન મળવાથી પરેશાન થઈ જાય છે. દરેક વ્યક્તિ અક્ષરાને શોધે છે પણ તે મળી નથી.અભિમન્યુ વિચારે છે કે અક્ષરા જંગલમાં છે. તે જંગલમાં તેને શોધવા નીકળે છે. અભિમન્યુને એક બંગડી પણ મળે છે જે અક્ષરાની છે.ત્યાં જ અક્ષરા નીચે પડી જાય છે અને બેભાન થઈ જાય છે.
અભિમન્યુ અક્ષરાને બચાવશે
આજના એપિસોડમાં તમે જોશો કે અક્ષરા માટે મોટી મુશ્કેલી રાહ જોઈ રહી છે.જંગલમાં, અક્ષરા તેના આવનાર બાળકને બચવવા માટે તમામ મુશ્કેલીઓ સામે લડે છે અને તેના ઉપરથી ભારે લાકડાને ખાસેડવામાં સફળતા મેળવે છેં.અભિમન્યુ પણ તેને શોધતો શોધતો અક્ષરા પાસે પહોંચે છે અને અક્ષરાની સંભાળ રાખે છે.
View this post on Instagram
અક્ષરાની હાલત જોઈને તે ડરી જાય છે પણ અક્ષરા એકદમ ઠીક છે. બીજી બાજુ, મંજરી ખુશ છે કે અક્ષરા સલામત અને સ્વસ્થ પાછી આવી છે પરંતુ તેને એક વાત માટે ખરાબ લાગે છે કે અક્ષરાએ જંગલમાં એકલા બાળકની પાછળ ન આવવું જોઈએ. અભિમન્યુ મંજરીને ખાતરી આપે છે કે અક્ષરા એવું કંઈ કરશે નહીં જેનાથી કંઈપણ ખોટું થઈ શકે.
આરોહીનું જુઠ અક્ષરા સામે આવ્યું
બીજી તરફ, આરોહીને ખરાબ લાગે છે કે અક્ષરા પર બધાનું ધ્યાન હોય છેં.પછી ડૉક્ટર ચેકઅપ માટે આવે છે અને અક્ષરાનું ચેકઅપ કરે છે.મંજરી આરોહીને તેનું ચેકઅપ કરાવવા કહે છે.આરોહી અસ્વસ્થ થઈ જાય છે અને જૂઠું બોલે છે.
અક્ષરા અને શેફાલીને શંકા જાય છેં. આગામી એપિસોડમાં, તમે જોશો કે આરોહી IVF સેન્ટરમાં જાય છે, જ્યાં અક્ષરાને ખબર પડે છે કે આરોહી ગર્ભવતી નથી અને તે દરેક સાથે ખોટું બોલી રહી છે..
Leave a Reply