સ્ટાર પ્લસની સૌથી હિટ ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં આ દિવસોમાં ઘણો ઈમોશનલ ડ્રામા જોવા મળી રહ્યો છે. પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા અભિનિત આ સીરિયલમાં તેઓ તેમના અભિનયથી દર્શકોના દિલ જીતી રહ્યા છે. તેં બંને સિરિયલમાં અક્ષરા અને અભિમન્યુના પાત્રમાં જોવા મળે છે.
સીરિયલના છેલ્લા એપિસોડમાં જોવા મળ્યું હતું કે અભિમન્યુ અને અક્ષરા લગ્નમાં સાથે જાય છે પરંતુ બંને ત્યાં અજાણ્યાઓની જેમ રહે છે. આ દરમિયાન અભિનવ દરેકના દિલની ધડકનને વધારવા જઈ રહ્યો છેં. .પરંતુ સ્ટોરીમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે. ચાલો તમને જણાવી દઈએ કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈના આગામી એપિસોડમાં શું થશે.
અક્ષરાની તબિયત બગડશે
સિરિયલમાં આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે અક્ષરાને પેનિક એટેક આવે છેં. જેની સારવાર અભિમન્યુ કરે છેં. સીરીયલના આગામી એપિસોડમાં, તે જોવા મળશે કે અક્ષરાને ફરી એક વખત પેનિક એટેક આવે છે, જેના કારણે અભિમન્યુ ખૂબ જ ઘભરાઈ થઈ જાય છે અને અક્ષુને સોન્ગ ગાવાનું કહે છે પરંતુ તે તેની વાત માનતી નથી.
એટલા માટે તે તેના માટે પાણી લેવા દોડે છે. ત્યાં સુધીમાં અભિર ત્યાં પહોંચે છે અને તે તેની માતા માટે એક ધૂન ગાય છે, જેનાથી અક્ષરાની હાલતમાં સુધારો થાય છે.આ જોઈને અભિમન્યુ પણ થોડો શાંત થઈ જાય છે.
અભિનવ અક્ષરાની સામે પોતાના દિલની વાત કરશે
સિરિયલમાં અભિનવ ઘણા સમયથી અક્ષરાને પોતાના દિલની વાત કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે અને આવનારા એપિસોડમાં તે સફળ થશે. પરંતુ આમાં પણ ટ્વિસ્ટ આવશે. સ્ટોરીમાં આગળ જોવા મળશે કે લગ્નમાં બધા અભિનવને તેની અને અક્ષરાની લવ સ્ટોરી વિશે પૂછશે. પછી તે બધાને તેમની લવ સ્ટોરી કહેશે.
અભિનવ કહેશે કે તેણે સૌપ્રથમ અક્ષરાનો અવાજ સાંભળ્યો હતો, ત્યારબાદ તેણે એક દિવસ અક્ષુને પ્રપોઝ કર્યું અને પછી અભિર પણ તેના જીવનમાં આવી જ રીતે આવ્યો.જો કે, અભિનવ બધાને ખોટી સ્ટોરી કહે છે, જે બધા માને છે પણ અક્ષરા ઊભી થઈને જતી રહે છે. બીજી તરફ અભિમન્યુ પણ આ વાત સાંભળીને નારાજ થઈ જાય છે.
અક્ષરા અભિમન્યુને તેની લાઈફ માંથી પાછા જવાનુ કહેશે.
આગળના એપિસોડમાં જોવા મળશે કે નારાજ અક્ષરા અભિમન્યુને ખુબ જ સંભળાવશે..તે અભિને કહેશે કે જે અક્ષરાથી તમે દૂર રહેવા માંગતા હતા તેનાથી દૂર જ રહો. જો કે, બીજા જ દિવસે, અભિનવનો ખુબ જ ખરાબ અકસ્માત થશે, જેના માટે તે અભિમન્યુને બોલાવશે.હવે અભિ અક્ષુને મદદ કરવા આવશે કે નહીં તેં હવે આવનાર એપિસોડમાં જ ખબર પડશે..
ગ્રહોની સ્થિતિ ઠીક ના હોય તો અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. દરેક લોકોના જીવનમાં રશીઓનું…
રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.રાશિફળ નું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે .રાશિફળનું…
ધનવાન બનવા માટે આખી દુનિયામાં લોકો લાખો પ્રયાસો કરતા હોય છે. પરંતુ બનવું દરેક લોકોના…
જીવનમાં રાશિનું ખુબ જ મહત્વ માનવામાં આવે છે. દરેક મનુષ્ય એમના ભવિષ્ય સાથે જોડાયેલી જાણકારી…
દરેક લોકોના જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ…
મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને એક સમયે અથવા ક્યારેક પેટમાં દુખવાનો અનુભવ થતો હોય છે.…