આજના એપિસોડમાં બતાવવામાં આવશે કે અક્ષરાની પ્રેગ્નન્સી વિશે બધાને ખબર પડી જશે. અભિમન્યુ અક્ષરાને કહે છે કે તેણે નીચે આરોહી સાથે કેટલીક ધાર્મિક વિધિ કરવી પડશે.અભિમન્યુને અક્ષરા કહે છે કે જો તે વિધિ કરશે, તો તેઓ પણ માતા-પિતા બનશે. પણ અભિ તેને નીચે જવાની ના પાડે છેં. અક્ષરા કહે છે કે તે ધાર્મિક વિધિ કરવા માટે નીચે જશે.અક્ષરા આરોહી સાથે વિધિ કરે છે. પરિવારના તમામ સભ્યો આરોહીને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપે છે.
પરિવારના તમામ સભ્યો એક પછી એક અક્ષરાના માતા બનવાની વાત કરે છે. ઘરના સભ્યો અક્ષરાને કહે છે કે તે ટૂંક સમયમાં માતા બનશે.જ્યારે મંજીરીનો વારો આવે છે, ત્યારે તે અક્ષરાને કહે છે કે તે તે દિવસની રાહ જોઈ રહી છે જ્યારે અક્ષરા તેને માતા બનવાના સમાચાર જણાવશે.
View this post on Instagram
અક્ષરા, અભિમન્યુ ભાવુક થઈ જાય છેં.અભિમન્યુ મંજીરીને આ વાતે ચૂપ રહેવા જણાવે છે અને કહે છે કે શું દરેક જ્ણ બચ્ચા બચ્ચા કરે છેં. બધા અભિમન્યુને કહે છે કે મંજીરીએ આખરે એવુ તો શું કહ્યું? અક્ષરા રડવા લાગે છે.અભિમન્યુ તેને શાંત કરે છે. મંજીરી અભિમન્યુને કસમ આપે છેં અને સત્ય કહેવા કહે છે.
અક્ષરા કહે છે કે તે અને અભિમન્યુ ક્યારેય માતા-પિતા નહીં બની શકે. અક્ષરાની પ્રેગ્નેન્સીમાં કોમ્પ્લીકેશન છે, જેના કારણે જો તે પ્રેગ્નન્ટ થશે તો પણ તેનો જીવ જોખમમાં છે. મંજીરી અક્ષરાને ચૂપ કરે છેં.અક્ષરા કહે છે કે તેણે થોડા સમય માટે એકલા રહેવું છેં અને અક્ષરા તેના રૂમમાં જાય છે.
મંજીરી કહે છે કે બધો જ તેનો દોષ છે કારણ કે તે તેના બાળકોનું દુઃખ જોઈ શકતી નથી. મંજીરી અભિમન્યુને સપોર્ટ આપે છેં. અભિમન્યુ કહે છે કે તે અક્ષરા પાસે જઈ રહ્યો છે.મનીષ અભિમન્યુને કહે છે કે અક્ષરાનું ધ્યાન રાખતી વખતે તેણે પોતાનું ધ્યાન રાખવાનું ભૂલવું જોઈએ નહીં.
આવતીકાલના એપિસોડમાં બતાવવામાં આવશે કે આરોહી પ્રેગનેંટ નથી. આ સિવાય અક્ષરા મ્યુઝિક રેકોર્ડિંગ અધવચ્ચે જ છોડીને જતી રહે છેં. અભિમન્યુને ફોન આવે છે અને અક્ષરા વિશે ખબર પડે છે.અક્ષરાને ચક્કર આવે છે અને રસ્તાની વચ્ચે પડી જાય છે.
Leave a Reply