નાના પડદાની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કુંડલી ભાગ્યમાં રોજેરોજ ટ્વિસ્ટ અને ટર્નસ જોવા મળી રહ્યા છે.યે રિશ્તા ક્યા કહેલાતા હૈના છેલ્લા એપિસોડમાં તમે જોયું કે અભીર અભિમન્યુની માફી માંગવા જાય છે પણ તેની પોતાની સ્ટાઈલમાં!! તે જાણી જોઈને અભિમન્યુ પર સ્પ્રે કરે છે.
જ્યારે અભિમન્યુ તેને આવું કરવાનું કારણ પૂછે છે, ત્યારે તે બધું કહી દે છે. જ્યારે કુંડળી ભાગ્યમાં, અર્જુનને લાગે છે કે લુથરા પરિવારને તેની સત્યતાની જાણ થઈ ગઈ છે કારણ કે તેની ચેન ગુમ છે. આ પછી, અર્જુન લુથરાના ઘરે જાય છે અને જ્યારે અંજલિનો ફોન આવે છે ત્યારે તે રાખીને તેની સચ્ચાઈ જણાવવાનો હતો.
View this post on Instagram
અભિનવ અભિમન્યુને ડિનર માટે ઈનવાઈટ કરશે
આજના એપિસોડમાં તમે જોશો કે અભીર સ્પ્રે બોટલ વડે પોલીસ જીપનો કાચ તોડી નાખે છે અને પોલીસ તેને ગાળો આપવા લાગે છે, ત્યારબાદ અભિમન્યુ બધો દોષ પોતાના માથે લે છે અને પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે.
અભિમન્યુ પોલીસ સ્ટેશનથી અભિનવને મદદ માટે બોલાવે છે અને અભિનવ અક્ષરાને પોલીસ સ્ટેશન જવાનું કહે છે પરંતુ અક્ષરા જવાનો ઇનકાર કરે છે. જે પછી અભિનવ પોતાના ખિસ્સામાંથી 4,000 રૂપિયાનો દંડ ભરીને અભિમન્યુને છોડી દે છે.
અભિમન્યુ બદલામાં તેની ઘડિયાળ આપે છે પરંતુ અભિનવે આ માટે ઇનકાર કર્યો હતો, જે પછી અક્ષરા ઘરમાં હાહાકાર મચાવે છે અને દિલવાલે ભાઈજીને બધું આપવાનું કહે છે. જો કે, બાદમાં અભિર પોતે કહે છે કે તેં સરજી તેમના કારણે જેલમાં ગયા હતા. આગામી એપિસોડમાં, અભિનવ અભિમન્યુને ડિનર માટે આમંત્રણ આપે છે અને જ્યાં અક્ષરા અને અભિમન્યુ પ્રથમ વખત આમને સામને જોવા મળશે.
પ્રીતાએ સપનું જોયું
જ્યારે કુંડળી ભાગ્યમાં, અર્જુનને ખબર પડે છે કે લુથરા પરિવાર સત્ય જાણતો નથી પરંતુ તેમ છતાં રાખીએ તેને ઓળખી લીધો છે કારણ કે તે તેની માતા છે. અર્જુન રાખીને પ્રેમ કરવા બદલ આભાર માને છે અને સત્ય નથી કહેતો. જ્યારે પ્રીતા ત્યાંથી રાખીને લઈ જાય છે ત્યારે રાખી ગુસ્સે થઈ જાય છે અને કંઈક કહેવા માંગે છે.
બીજી બાજુ, પૃથ્વી અંજલિના ઘરમાં ઘૂસી જાય છે જે અંજલિને ધમકી આપે છે કે તે જાણે છે કે અર્જુન કરણ છે. બીજી તરફ, પ્રીતા એક સપનું જુએ છે જેમાં કરણ જ અર્જુન છે. તે કરણ સામે ભાંગી પડે છે અને વારંવાર પૂછે છે કે તેણે આવું કેમ કર્યું. તેં તેની બાહોમાં ખૂબ રડે છે પરંતુ તેનું સ્વપ્ન તૂટી જાય છે અને હવે તે સંપૂર્ણ સત્ય શોધવા માટે વધુ પ્રયત્ન કરવાનું શરૂ કરે છે..
Leave a Reply