અખરોટ એ એક જાતનું ફળ છે, જે ખાસ કરીને સુકા મેવા તરીકે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે.જેમનું સ્વસ્થ હૃદય હશે, તેમનું શરીર પણ સ્વસ્થ હશે. તેથી આ ઉપાયોને અપનાવી જમે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે હૃદયના સ્વાસ્થ્યને બનાવી રાખવામાં મદદ કરો છો. વ્યક્તિ જે પણ આરોગે છે તે ન માત્ર શરીરના વજન પર અસર નાખે છે, પરંતુ હૃદયના સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરે છે.
અખરોટમા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમા પાચં થી દસ વષનો વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. પોતાના આહારમાં એવા ખાદ્ય પદાર્થોને સામેલ કરવા જોઈએ, જ તેના સ્વાસ્થ્યને સારુ બનાવે. કેટલાક સૂકા મેવાનું સેવન તેના સ્વાસ્થ્યને વધારવાની સાથે-સાથે સંપૂર્ણ સ્વાસ્થ્યને પણ ફાયદો આપે છે. તે માટે અખરોટને આહારમાં સામેલ કરી શકો છો.
વજન ઘટાડવામાં પણ મદદ કરે છે :- અખરોટમાં વિટામિન બી, ફાયબર, મેગ્નીશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ જેવા વિટામિન ઈથી ભરપૂર છે. અખરોટ પ્રોટીનના સૌથી સારા સ્ત્રોતમાંથી એક છે. અખરોટ સોજાને નિયંત્રિત કરવા, વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ બધા ગુણ એકસાથે હૃદય સ્વાસ્થ્યને પણ સારા બનાવી દે છે.
ડાયાબીટીસના દર્દીઓ માટે :- એક રિસર્ચ અનુસાર, એન્ટિઓક્સડિન્ટ્સથી ભરપૂર અખરોટ દરરોજ ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીસ થવાનો ખતરો રહેતો નથી. જ્યારે અખરોટ નહીં ખાનારા લોકોને આ ખતરો બમણો થઇ જાય છે.રિસર્ચ કરતા જાણવા મળ્યુ કે, જે લોકો દરરોજ અખટોરનું સેવન કરે છે, તેમનામાં ન ખાનારા લોકોની સરખામણીએ ડાયાબિટીસના લક્ષણ ઓછા જોવા મળ્યા હતા.
કેટલા અને ક્યારે ખાવા જોઈએ અખરોટ :- અખરોટમાં કેલરી વધારે હોય છે અને તેને સંયમથી સેવન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. વધુ પ્રમાણમાં અખરોટનું સેવન વજન વધારી શકે છે. અખરોટનું વધારે સેવન ડાયરિયા સાથે પણ જોડવામાં આવ્યુ છે. લોકોને લાગે છે કે, તેમાં ફેટ ઘણા પ્રમાણમાં હોય છે અને આ શરીરનું વજન વધારી દેશે, પરંતુ તેની વિપરિત સીમિત માત્રામાં અખરોટનું સેવન વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે. કારણ કે, તેમા પ્રોટીન, ચરબી અને કેલરીની યોગ્ય માત્રા શામેલ છે
ખાલી પેટ અખરોટનું સેવન ન કરો :- દરરોજ એકથી બે અખરોટનું સેવન સવારે અથવા સાંજે નાશ્તાના રૂપમાં કરવામાં આવે છે. એક દિવસમાં પાંચથી વધારે અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ગરમ હોય છે અને તાવ, છાલા જેવી બીમારીની પણ વધારી શકે છે. કફ હોય તો તેનું સેવન ન કરો. ખાલી પેટ અખરોટનું સેવન ન કરો. અખરોટના તેલથી કેટલાક દિવસ માટે પેટમાં બળતરા થઈ શકે છે.
આ રીતે ખાવા અખરોટ :- સૌથી પહેલા ધીમી આંચે એક પેનમાં 15 ગ્રામ અખરોટને એક ગ્લાસ દૂધમાં ઉકાળી લો, પછી તેમાં થોડી ખાંડ અને કેસર નાખીને ફરીથી ઉકાળો. બસ તમારું અખરોટનું હેલ્ધી ડ્રિંક તૈયાર છે અને આ ડ્રિંક બને ત્યાં સુધી ગરમ હોય ત્યારે જ પીવુ.
Leave a Reply