અજમો ખાવાથી થશે વિવિધ ફાયદાઓ, કોરોના સમયમાં ઉપયોગ કરવાથી થશે અનેક ફાયદા….

ભારતીય રસોડામાં વાનગીઓ બનાવવામાં અજમાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. એમાં આરોગ્યવર્ધક અનોખા ગુણ છુપાયેલા છે. ઘણા લોકો અજમાનું ચૂર્ણ બનાવીને રાખે છે જે જમ્યા પછી લેતા હોય છે.

એનાથી પાચનક્રિયા સારી રહે છે.તો આજે અજમાના વિશેષ ગુણો વિશે જાણીશું. અજમો ખૂબ જ ફાયદાકારક છે. અજમેરા અમુક ગુણો વિશે હજી પણ તમે અજાણો છો.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અજમાનો પ્રયોગ કરવાથી શરદી, કફ માંથી છુટકારો મળે છે. અજમાનું સેવન કરવાથી પેટના દુખાવા માટે છુટકારો મળે છે પરંતુ એનાથી મોટાપો પણ દૂર થાય છે.

અજમેર એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણોથી સમૃદ્ધ છે. જે સાઇનસમાં રાહત આપે છે. એટલું જ નહીં પરંતુ છાતીમાં જામી ગયેલા કફને છૂટો પાડે છે.

અજમો ખાવાના ફાયદા :-

1. પાચન ક્રિયા સારી બનાવે છે -રોજ જમ્યા પછી જો અજમાનું ચૂર્ણ લેવામાં આવે તો પાચનતંત્ર સારૂ બને છે. જેનાથી અપચો પણ દૂર થાય છે.

એના માટે અજમો, સંચળ અને સૂંઠનું ચૂરણ બનાવીને સેવન કરવું જોઈએ. આ ઉપચાર કરવાથી ગેસની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે પેટની ઘણી સમસ્યાઓમાં અજમો ફાયદાકારક છે. જેનું સેવન કરવાથી ખાટા ઓડકાર, ગેસ, એસીડીટી જેવી સમસ્યાઓમાં પણ હાથ મળે છે.

2. પીરિયડ્સ ના દુખાવા માટે ફાયદાકારક-અજમાનું સેવન કરવાથી પેટમાં થતાં દુઃખાવામાથી પણ છુટકારો મળે છે. એના માટે 15 થી 30 દિવસ સુધી પાણી સાથે અજમાનું સેવન કરવું જોઈએ.

પરંતુ પીરિયડ્સના સમયે વધુ થતું હોય અથવા તો ગરમીનું પ્રમાણ વધુ હોય તો આ પ્રયોગ કરવો જોઈએ નહિ.એ સિવાય જ અનિયમિત પીરિયડ્સ ની સમસ્યા હોય તો સવારમાં બે – ચાર ગ્લાસ અજમાનું પાણી પીવાથી ફાયદો થાય છે.

3. વજન ઘટાડવામાં મદદરૂપ -અજમાનું સેવન કરવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. અજમો ખાવાથી પાચનક્રિયાને સારી બને છે, ભૂખ ઊઘડે છે.

4. ખીલની સમસ્યામાંથી છુટકારો-ચહેરા પરના ખીલ દૂર કરવા માટે દહીંમાં થોડો અજમો મિક્સ કરીને, એ પેસ્ટ ચહેરા પર લગાવવી જોઈએ.

જ્યારે એ પેસ્ટ સુકાઈ જાય ત્યાર બાદ હૂંફાળા ગરમ પાણીથી ચહેરો ધોઈ લેવો જોઈએ. એનાથી થોડા જ દિવસોમાં ખીલથી છૂટકારો મળે છે.

5. સંધિવા માંથી ફાયદાકારક -અજમો સંધિવામાં પણ રાહત આપે છે. એના માટે અજમાના પાવડરની પોટલી બનાવીને ઘૂંટણ પર શેક કરવો જોઈએ. એ ઉપરાંત આદુ અને અજમા નો રસ પીવાથી પણ આમાંથી છુટકારો મળે છે.

6. મેટાબોલીઝમ વધારે છે-અજમાનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે. જેનાથી ચરબીનું પ્રમાણ ઘટે છે. એના માટે એક ગ્લાસ પાણીમાં આખી રાત અજમાને પલાળી રાખવો જોઈએ. ત્યારબાદ તેમાં મધ મિક્સ કરીને ખાલી પેટે તેનું સેવન કરવું જોઈએ.

7. ઉધરસ થી છુટકારો –જો ઉધરસમાં રાહત મળતી ન હોય તો અજમાના પાણીથી ફાયદો થાય છે. એના માટે અજમાને પાણીમાં ઉકાળવો ત્યારબાદ એમાં સંચળ મેળવીને પીવાથી ફાયદો થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *