અચાનક કોણી અથડાય ત્યારે લાગે છે કરંટ જેવું.. જાણો એનું છે એક કારણ..

આપણા શરીરમાં જેટલી ગતીવિધિયો થાય છે તેમાથી ધણી વસ્તુની સંબધ આપણા મગજ સાથે પણ હોય છે. આમ તો મનુષ્યનુ શરીર ખૂબ જ જટિલ હોય છે. તે અસ્થિ, માંસ, નસ, લોહી, ત્વચા, ચેતા સહિતની ઘણી વસ્તુઓનો સમાવેશ થઇને બને છે.

મગજ આપણા શરીરના બાકીના અંગોમા અલગ અલગ રીતે ક્રિયા આપવાનો સંદેશ આપે છે. જો આપણને આકસ્મિક રીતે પણ ક્યાંક ઠોકર લાગી જાય તો, તેનો સૌથી પહેલા સંકેત મગજ પાસે જાય છે. આ મગજ આપણને જણાવે છે કે પીડા કેટલી મોટી છે કે નાની છે. જ્યારે શરીરના કોઈપણ ભાગમાં ઠોકર આવે છે ત્યારે આ પીડા નિશ્ચિતપણે થાય છે .

કોણી ટક્કર લાગતા કંરટ જેવું લાગે છે :- ઘણી વાર જોવામાં આવે છે કે આપણા હાથની કોણી પર આકસ્મિક રીતે ઠોકર લાગી જાય તો તીવ્ર પીડા નથી થતી પરંતુ એને બદલે તો કોઈ કરંટ કે ધુજારી જેવું અનુભવ થાય છે. તે એક વિચિત્ર અનુભવ છે.

કારણ થોડી પીડા, થોડો કંરટ અને ક્યારેક થોડું હાસ્યવાળુ મિશ્ર અનુભવ થાય છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા શરીરના બાકીના ભાગોની જેમ કોણી પર પીડા કેમ અનુભવતી નથી? છેલ્લે, તેનો દુખાવો અન્ય અંગોમાં ઠોકર ખાવાથી અલગ શા માટે શા માટે હોય છે? ચાલો આ વાતને જાણવાનો પ્રયાસ કરીએ.

કોણીના હાડકાનુ છે આ કારણ :- કોણીના જે હાડકા પર ઠોકર ખાવાથી આપણને કંરટ જેવો અનુભવ થાય છે તે સામાન્ય બોલચાલની ભાષામાં ફની હાડકું કહેવાય છે. તેમજ, મેડિકલ વિજ્ઞાનની ભાષામાં, આ ફની હાડકાને ચેતા કહેવાય છે. આ ચેતા આપણા ગળા ના હાડકા, ખભા અને હાથ થી કાંડા સુધી પસાર થાય છે. પછી અહીંથી તે વિભાજીત થઇને અનામીકા અને નાની આંગળી પર સમાપ્ત થાય છે.

કોણીને ફટકો પડે છે ત્યારે તે શરીરમાં આ ક્રિયા થાય છે :- અમે તમને જણાવી દઈએ કે ચેતાનું કામ મગજ માંથી મળતા સંકેતો ને શરીરના અન્ય ભાગ સુધી લઇ જવાનુ છે. સામાન્ય રીતે ચેતા બાકીના નર્વસ સિસ્ટમની જેમ હાડકાં, મેડ્યુલા અને સાંધા વચ્ચે સલામત રાખે છે. પરંતુ કોણીની બાબતમાં આ કિસ્સો થોડો અલગ છે.

આ ચેતા જ્યારે કોણી પાસેથી પસાર થાય છે, તો ત્યારે આ ભાગ ફક્ત ને ફક્ત ત્વચા અને ચરબીથી ઠંકાયેલો હોય છે. એટલા માટે જ્યારે આપણી કોણી કોઈ વસ્તુ સાથે અથડાય જાય  છે, ત્યારે ચેતાને સીધો આંચકો લાગે છે. સરળ રીતે જણાવી દઈએ કે ફની હાડકા પર ઇજા થવાથી અલ્નર ચેતા હાડકા અને બાહ્ય વસ્તુ વચ્ચે દબાઇ જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *