ક્યારેક કોઈ આકસ્મિક આઘાતજનક ઘટનાને કારણે એકાએક પૂર્વજન્મની સ્મૃતિઓ તાજી થઇ જાય છેશરીરનું મૃત્યુ થવા છતાં આત્માની સાથે સ્મૃતિઓ જોડાયેલી રહે છે અને અજ્ઞાત મનમાં પડેલી આ સ્મૃતિઓ અન્ય જન્મમાં ક્યારેક એકાએક પ્રગટ થઈ જાય છે. એનો સંબંધ તમારા પૂર્વ જન્મ સાથે જોડાયેલો હોય છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ આ 5 લક્ષણ.
જો તમારામાં પણ છે આ લક્ષણ તો સમજો આ પહેલા ઘણા જન્મ લઇ ચૂકેલ છે તમારી આત્મા કે કહેવામાં આવે કે આ જન્મ તમારો પૂર્વ જન્મ છે.કોઈ વસ્તુ અથવા વ્યક્તિ માટે ખાસ ભાવનાત્મક જોડાણ તમારા પુનર્જન્મ સાથે જોડાયેલું હોઈ શકે છે. આ લોકો અથવા વસ્તુઓને જોતા જ તમારા મનમાં દયા અને સહાનુભૂતિનો ભાવ આવી જાય છે. જો તમારા મનમાં કોઈ વસ્તુ માટે અથવા કોઈ વ્યક્તિ પ્રત્યે એવો ભાવ છે, તો એનો સંબંધ તમારા પુનર્જન્મ સાથે હોય શકે છે.
થઇ શકે છે કે પહેલાના આ જન્મમાં તમે એવી પરિસ્થિતિઓ સામે લડી રહ્યા હોવ, માટે તમારા મનમાં એમના પ્રત્યે વિશેષ દયા-ભાવ છે. એનો અર્થ છે કે તમે પહેલા પણ જન્મ લઇ ચુક્યા છો.હંમેશા જો તમને એક જ સપનું વારંવાર આવી રહ્યું છે, તો તેનો સંબંધ તમારા પૂર્વ જન્મ સાથે હોઈ શકે છે. એવા સપનામાં જોવા મળતા લોકો તમારા જાણીતા હોય તેવું લાગે છે. પણ તમને યાદ નથી આવતું કે તમે તેને ક્યાં જોયા છે, પણ તમને લાગે છે કે તમે તેને જરૂર ક્યાંક જોયા તો છે.
આવી ઘટના તમારા પુનર્જન્મ વિષે જણાવી શકે છે.કોઈને પહેલી વાર મળી રહ્યા હોવ પરંતુ તમને એવું લાગતું હોય કે તમે તેને ખુબ જ પહેલેથી જાણો છો, તે વ્યક્તિને પહેલી જ વાર મળવાથી એવું લાગે કે કોઈ આપણું જ મળી રહ્યું છે એવો અહેસાસ થાય. તો ત્યારે પણ સમજી લેવાનું કે આગળના જન્મમાં તમે તે વ્યક્તિ સાથે ખુબ જ સારા સંબંધમાં રહ્યા હશો.
બની શકે છે કે પૂર્વ જન્મમાં તે તમારો ખાસ મિત્ર હોય, ઘરનું સભ્ય હોય અથવા પ્રેમી પણ હોય છે.જો તમને કોઈ વાતનો વધારે પડતો ડર હોય, પણ આશ્ચર્યજનક રીતે તેનો તમારા વર્તમાન જન્મ સાથે કોઈ સંબંધ જ ન હોય. જેમ કે તમે ઉંચાઈ, પાણી, આગથી ડરો છો, પણ તમારા અત્યારના જીવનમાં એવી કોઈ ઘટના બનેલ ન હોય કે તમે તેનાથી એટલા ડરો. તો એ તમારા પૂર્વના જન્મ વિષે હોઈ શકે છે.ઘણા લોકો એવા પણ હોય છે કે જે કહેતા હોય છે કે કંઈક ખરાબ થયા પહેલા જ તેને એ વાતનો અહેસાસ થવા લાગે છે કે કંઈક ખરાબ થવાનું છે.
તમને પણ એવા લોકો મળ્યા હશે, જેમને અનહોની થવાનો ડર રહે છે. એને એ લોકોનો વહેમ પણ નથી કહી શકાતો, કારણ કે એમની મોટાભાગની વાતો સાચી નીકળે છે. જેવું કે આપણે બધા જાણીએ છીએ કે ઉંમરની સાથે જ વ્યક્તિ મેચ્યોર થાય છે.અહીં પણ એ જ થિયરી કામ આવે છે. તમારા શરીરમાં એક પ્રૌઢ આત્મા છે જે પહેલા જ જન્મ લઈ ચુકી છે. એટલા માટે ભવિષ્યમાં થવા વાળી ઘટનાઓનો આભાસ એમને પહેલાથી થઇ જાય છે. જો કે પાછળના જન્મના અનુભવનો આ જન્મ સાથે કોઈ સંબંધ નથી હોતો. પણ હાં, આ અર્થ જરૂર છે કે જે રીતે તમારી આત્મા પહેલા જન્મ લઇ ચુકી છે એ રીતે આગળ પણ જન્મ લેતી રહેશે.
Leave a Reply