આંખે ઝાંખુ દેખાવું અને ચઢતા જતા ચશ્માના નંબર તમને હંમેશા મુશ્કેલીમાં મુકે છે, આ બાબતે ઘણા લોકો વારંવાર આઈ સ્પેશિયાલિસ્ટો પાસે જાય છે અને નંબર ઉતારવા માટે ભાતભાતના પ્રયાસો કરતાં રહે છે, અહીં અમે તમને ચશ્માના નંબર ઉતારવા માટેના કેટલાક ઘરેલુ નુસ્ખા જણાવીએ છીએ, આ પ્રયોગોથી તમારા ચશ્માના નંબર તો ઉતરશે જે પણ સાથે જ તમારી દૃષ્ટિ પણ મજબૂત થશે. પણ હાં તેના માટે તમારામાં નિયમિતતા હોવી જરૂરી છે.
આંખ દરેક વ્યક્તિ માટે એક ખુબ જ મહત્વનો ભાગ છે. આજકાલ જમાનો જ કોમ્પ્યુટરનો થઇ ગયો છે એટલા માટે લગભગ બધી કામગીરી એકધારું સામે બેસીને જ કરવી પડે છે. દિવસમાં થનારી ૯૯% કામગીરી આપણે આંખો દ્વારા કરી શકીએ છીએ. જેમ ઉંમર વધતી જાય એની સાથે આંખોની રોશની પણ ઓછી થવા લાગે છે, જે એક સામાન્ય બાબત છે. પરંતુ આંખોની રોશની ઓછી થવાના ઘણા બીજા કારણો પણ હોઈ શકે છે.
ઘણા લોકોને ચશ્માં હોય છે પરતું આપણે જાણીએ જ છીએ કે જે વ્યક્તિને ચશ્માં હોય છે એણે બિલકુલ પસંદ હોતા નથી. જો ચશ્માથી પરેશાન હોય અને આંખોની રોશની ફરીવાર મેળવવા માગતા હોય તો આજે અમે તમને જણાવીશું કેવી રીતે મેળવી શકાય છે આંખોની તેજ રોશની અને ચશ્માંમાંથી છુટકારો.
કેસર અને એક ગ્લાસ સાદું પાણી આ બે વસ્તુ દ્વારા આંખોની રોશનીને ફરી વખત મેળવી શકાય છે..આપણે ફક્ત કેસરની ચા બનાવવાની છે અને પાણીને ઉકાળી લેવાનું છે અને તેમાં કેસર નાખી દેવાનું છે જો એવું લાગે તો થોડું મધ પણ નાખી શકાય છે. રાત્રે સુતા પહેલા આ એક ગ્લાસ કેસર ચા નું સેવન કરવાથી ખુબ જ સારું પરિણામ જોવા મળશે.
આંખોની દ્રષ્ટિ ઓછી થવાનું મુખ્ય કારણ છે ભોજનમાં વિટામીન એ ની ઉણપ, જેના લીધે નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે. બીજું કારણ છે કલાકો કોમ્પ્યૂટર ઉપર બેસીને કામ કરવું કે ટીવી જોવું. ઘણા લોકોની ટેવ હોય છે કે ટીવીની એકદમ નજીક બેસીને ટીવી જોવું, પરંતુ એમને એ નથી ખબર હોતી કે એ ખુબ જ નુકશાનકારક થાય છે.
ત્રીજું કારણ છે આંખની સફાઈ, ઘણા લોકો આંખની સફાઈ ઉપર ક્યારેય ધ્યાન આપતા નથી જેના કારણે પણ આંખની રોશની ઓછી થતી જાય છે.. આ થોડા કારણો છે જે આંખોની દ્રષ્ટિ ઓછી કરે છે અને તમને ચશ્માં લગાવવા માટે મજબુર કરે છે. થોડા બીજા કારણો પણ છે જેવા કે આધુનિક સમયમાં વારસાગત, કામનું દબાણ, તણાવ, પોષણની ઉણપ, વધુ વાંચન જેવા કારણોને લીધે લોકોના ચશ્માના નંબર આવે છે. આંખોને ધૂળ અને ઇન્ફેકશનથી દુર રાખવા ઉપરાંત થોડા અસરકારક ઘરેલું નુસખા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.
- સાત બદામ, પાંચ સુકી દ્રાક્ષ અને પાંચ ગ્રામ વરીયાળીનું મિશ્રણ કરી તેનું ચૂર્ણ બનાવીને રાત્રે સુતા પહેલા દૂધ સાથે લેવાથી નેત્રદ્રષ્ટિ વધે છે.
- 6 થી 8 મહિના સુધી નિયમિત જલનેતી કરવાથી અને પગના તળિયા અને કાનપટ્ટી ઉપર ગાયનું ઘી ઘસવાથી લાભ થાય છે.
- એક ચણાના દાણા જેટલી ફટકડીને શેકીને 100 ગ્રામ ગુલાબજળમાં નાખો અને દરરોજ રાત્રે સુતા સમયે એ ગુલાબજળના ચાર-પાંચ ટીપા આંખોમાં નાખીને આંખોની પુતળીઓને આમ તેમ ફેરવો. સાથે જ પગના તળિયામાં અડધો કલાક સુધી ઘીની માલીશ કરો. તેનાથી આંખોના ચશ્માંના નંબર ઉતારવામાં સહાયતા મળશે અને મોતિયાબિંદમાં પણ લાભ થાય છે.
- કેળા, શેરડી ખાવી આંખો માટે ફાયદાકારક છે. શેરડીનો રસ પીવો. એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પિતા રહેવાથી જીવન આખું નેત્ર જ્યોતિ જળવાયેલી રહે છે.
- લીલી શાકભાજી જેવી કે મેથી, ધાણા ખાવાથી આંખના નંબર ઓછા થાય છે અને જોવાની દ્રષ્ટિ વધે છે. તથા કેળાની છાલ બંધ આંખો પર મુકતા આંખો ને ઠંડક મળે છે.
- લીંબુ અને ગુલાબજળને સરખા પ્રમાણમાં ભેળવીને ૧-૧ કલાકના અંતરે આંખોમાં નાખવાથી આંખોમાં ઠંડક મળે છે. ▪️
- આંબળાનો મુરબ્બો કે જ્યુસ દિવસમાં બે વખત ખાવ તેનાથી આંખોની દ્રષ્ટિ વધારવામાં ઘણી મદદ મળશે.
- એક ચમચી વરીયાળી, બે બદામ અને અડધી ચમચી સાકર વાટી લો, તેને દરરોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લો.
- જીરું અને સાકરને સરખા પ્રમાણમાં વાટી લો, તે દરરોજ એક ચમચી ઘી સાથે ખાવ.
- આંખોના દરેક પ્રકારના રોગ જેવા કે પાણી નીકળવું, આંખો આવવી, આંખોની નબળાઈ વગેરે થવા ઉપર રાત્રે ૭-૮ બદામ પલાળીને સવારે વાટીને પાણીમાં ભેળવીને પીવો.
- નિયમિત રીતે દ્રાક્ષ ખાવ, દ્રાક્ષના સેવનથી રાત્રે જોવાની ક્ષમતા વધે છે.
- ત્રણ ભાગે ધાણા સાથે એક ભાગે ખાંડ મિક્સ કરો. બન્નેને વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેને પાણીમાં ગરમ કરો અને એક કલાક માટે કવર કરીને મૂકી દો. પછી એક સ્વચ્છ સુતરાઉ કપડુ લઇને તે મિશ્રણને ગાળી લો અને આંખોમાં આઈ ડ્રોપની જેમ ઉપયોગ કરો.
- વાળ ઉપર રંગ, હેયર ડ્રાઈ અને કેમિકલ શેમ્પુ લગાવવાથી દુર રહો.
Leave a Reply