આમલી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. વર્ષોથી આમલીનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તેમાં જ આંબલી માંથી કેટલા પ્રકારની ચટણીનો પણ બનાવી શકાય છે. આટલું જ નહીં આંબલીનું સેવન ખાવાના સ્વાદ વધારવા માટે અને ચટણી બનાવવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સુધારવા માટે અને સૌંદર્ય વધારવા માટે પણ થાય છે.
આમલી ની અંદર વિટામીન સી, બી અને એ ઉપરાંત કેલ્સિયમ ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર જેવા ઘણા બધા પોષક તત્વો હોય છે. જે શરીરમાં રહેલી અનેક બીમારીઓને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. પાચન તંત્ર થી જોડાયેલ ઘણા પ્રકારની આયુર્વેદિક દવાઓ ને બનાવવામાં આંબલી નો પ્રયોગ કરવામાં આવે છે અને તેને ખાવાથી પાચન શક્તિ પર સારી અસર પડે છે અને પાચન ક્રિયા બરાબર રીતે કામ કરે છે.
આંબલી ના અંદર મળવા વાળા પોષક તત્વ પેટ માટે ગુણકારી સાબિત થાય છે અને આંબલી ખાવાથી ખાવાનું બરાબર રીતે પચી જાય છે. તેથી જે લોકો ને ખાવાનું બરાબર રીતેના પચવાની ફરિયાદ રહે છે તે લોકો આંબલી નુ સેવન કર્યા કરો. રોજ થોડીક આંબલી ખાવાથી પાચન શક્તિ મજબુત થઈ જાય છે અને પાચન તંત્ર બરાબર રીતે કાર્ય કરે છે.
૧. જો તમને ભૂખ નો લગતી હોય તો આમલીને એક વાટકીમાં નાખી તેમાં એલચી નાખીને તેનો રસ પીવાથી ભૂખ લાગે છે. કાનમાં સતત દુખાવો રહેતો હોય તો તેને દુર કરવામાં પણ ઉપયોગી નીવડે છે.
૨. કોઈ જગ્યાએ વાગ્યું હોય તો આમલીના પાનને ગરમ પાણીમાં ઉકાળીને વાગેલા અંગ પર શેક કરવાથી લોહીની અવરજવર ચાલુ થાય છે.
૩. આમલીની મદદથી દારૂની છુટે, ભૂખ લાગે, સોજેલ ગળાને ઠીક કરવા, ખાસી, ચામડીનો રોગ, મહિલાઓને થતો સોમરોગ અને શરીરના અંગમાં લાગેલી આગને દુર કરવા માટે આમલી વપરાય છે.
૪. વધેલા વજનને ઘટાડવા માટે આમલીનો ઉપયોગ કરી શકો છે કારણકે તેમાં હાઇડ્રોઓક્સીડેંટ એસીડ રહેલ હોય છે. જો છાતીમાં બળતરા થતી હોય તો આમલીના રસને પીવાથી બળતરા ઓછી થાય છે.
૫. આંખોમાં દુખાવો કે બળતરા થતી હોય તો આમલી મદદરૂપ થાય છે. જો આંખોમાં દુખાવો કે બળતરા થાય તો આમલીના રસમાં દૂધ નાંખીને આંખોના બાહ્ય ભાગ પર લગાવવાથી આરામ મળી છે. ઉપરાંત આંખોમાં ખંજવાળ આવતી હોય તો તે મટી જાય છે.
૬. આમલી માં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, ફાયબર, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો રહેલા હોય છે. આમલીનું સેવન કરવાથી તેમાંથી વિટામીન સી, બી અને ઈ મળે છે.
Leave a Reply