જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો આહારમાં સમાવેશ કરો આ વસ્તુ

અળસીનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ગણાય છે. અળસીમાં સેક્સ સમસ્યાથી લઈને ડાયાબિટીસ, દમ, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, કેન્સર જેવા તમામ ઘાતક રોગોને દૂર રાખવાની ક્ષમતા રહેલી છે. અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. આ બીજ હૃદયને માટે હિતકારી છે. તે કેન્સરનો સામનો કરવાની શક્તિ આપે છે અને આપણી સામાન્ય તંદુરસ્તીને જાળવે છે.

આ બીજ શરીરના પ્રત્યેક કોષને પોષણ આપે છે. છે. આ બીજનું તેલ પણ અનેક રીતે ઉપયોગી છે. અળસીના બીજને અંગ્રેજીમાં ફ્લેક્સ સીડ્સ કે લીનસીડ્સના નામે ઓળખવામાં આવે છે. અળસીનું રોજ સેવન કરવાથી તમે અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. અળસીમાં ઓમેગા-3 હોય છે જે આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.

ભોજન બાદ માવા મસાલા મસળતાં લોકોએ અળસી ખાવાની આદત પાડવી જોઈએ. અળસી અનાજના વેપારી કે કરિયાણાની દુકાને સરળતાથી મળી રહે છે. માંસાહારીઓને તો ઓમેગા 3 માછલીમાંથી મળી શકે છે પણ શાકાહારીઓ માટે અળસીથી સારો બીજો કોઇ સ્રોત નથી.જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો.

ઓમેગા-૩ ફેટી-એસિડ્સ :- આલ્ફા-લીનોલેનિક એસિડનો તે સારો સ્રોત છે. શરીરને આ એસિડની જરૂર હોય છે, પરંતુ તેને તે જાતે બનાવી શકતું નથી. આ એસિડમાંથી શરીર ઓમેગા-૩ ફેટી-એસિડ્સ જેવા જરૂરી તત્વો બનાવે છે. શાકાહારીઓ કે જેઓ માછલી કે માછલીનું તેલ નથી ખાઈ શકતા તેઓ માટે અળસીનાં બીજ કે તેનું તેલ ખૂબ સારો વિકલ્પ છે.

લીગ્નન્સ અને ફાઈબર-પ્રોટીન :- અળસીનાં બીજમાં લીગ્નન્સ અને રેસાં સારા પ્રમાણમાં રહેલા હોય છે. આખા બીજમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય પ્રકારના રેસાં હોય છે. પ્રોટીનનું પ્રમાણ પણ તેમાં સારું હોય છે

બીમારી અનુસાર અળસીનું સેવન– જો તમને ખાંસી છે તો અળસીની ચા પીવો. પાણીને ઉકાળી તેમાં અળસીનો પાવડર નાંખી ચા તૈયાર કરો. આનું દિવસમાં બે-ત્રણવાર સેવન કરો. દમના રોગીએ એક ચમચી અળસીના પાવડરને અડધા ગ્લાસ પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખી સવાર-સાંજ ગળીને પીવું, રાહત મળશે. ડાયાબીટિઝના દર્દીઓએ 25 ગ્રામ અળસી ખાવી જોઇએ. તેઓ દળેલી અળસીને લોટમાં મિક્સ કરી રોટલી બનાવીને ખાઇ શકે છે. કેન્સરના રોગીઓને 3 ચમચી અળસીના તેલને પનીરમાં મિક્સ કરી તેમાં સૂકા મેવા નાંખી આપવું જોઇએ.

અળસીના સેવન દરમિયાન પાણીનું સેવન વધારે કરવું. કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જેનાથી તરસ વધુ લાગે છે. જો તમે સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવ. રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ધટે છે.

કઈ રીતે કરી શકાય અળસીનો ઉપયોગ : અળસીનાં બીજનો પૂરો લાભ મેળવવા માટે નિષ્ણાતો તેનો પાઉડર સ્વરૂપે ઉપયોગ કરવાની સલાહ આપે છે. આખા બીજ સખત અને ચાવવા અઘરા હોય છે. પાઉડર સ્વરૂપને પચાવવું સરળ હોય છે. સારી રીતે ચાવ્યા વિના ખાધેલા બીજ પચ્યા વિના મળ સાથે બહાર નીકળી જાય છે. જેથી બીજને ગ્રાઈન્ડરમાં વાટીને બોટલમાં ભરીને ફ્રીજમાં રાખવા.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *