કુદરતી રીતે શંખ ઘણા પ્રકારના હોય છે. દેવ શંખ, ચક્ર શંખ, રાક્ષસ શંખ, શનિ શંખ, રાહુ શંખ, પંચમુખી શંખ, વાલમપુરી શંખ, બુદ્ધ શંખ, કેતુ શંખ, શેષનાગ શંખ, કચ્છ શંખ, સિંહ શંખ, કુબાર ગદા શંખ, સુદર્શન શંખ વગેરે.જેમાંથી એક શંખ કામધેનુ શંખ પણ છે. આ શંખ ખૂબ જ ખાસ શંખ છે અને દુર્લભ પણ છે. આ શંખનો આકાર ગાયના મુખ જેવો હોય છે. એટલા માટે તેને કામઘેનુ શંખ કહેવામાં આવે છે.
ઘરમા કામધેનુ શંખ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. પૂજા ઘરમાં કામઘેનુ શંખ રાખવો શુભ ફળ આપે છે. અને તે શંખ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અતિ પ્રિય છે અને તેની પૂજા કરતી વખતે શંખનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. કામઘેનુ શંખ સાથે અસંખ્ય લાભ જોડાયેલા છે, જે આ મુજબ છે.ઘરમાં કામઘેનુ શંખ રાખવાથી માં લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.
જે લોકો તેના ઘરમાં આ શંખ રાખે છે અને તેની પૂજા કરે છે. તેના ઘરમાં ધનની ખામી નથી રહેતી. શંખ સાથે જોડાયેલી કથા મુજબ મહર્ષિ પુલસ્ત્ય અને ઋષિ વશિષ્ઠને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે આ શંખની પૂજા કરી હતી. આ શંખની પૂજા કરવાથી મહર્ષિ પુલસ્ત્ય અને ઋષિ વશિષ્ઠને ધન-ધાન્યની પ્રાપ્તિ થઇ હતી.કામઘેનુ શંખની પૂજા કરવાથી મનોકામનાનું પૂર્તિ થઇ જાય છે.
આ શંખ ઘરમાં રાખવાથી અને રોજ તેની પૂજા કરવાથી જે તમે ઈચ્છો છો તે તમને મળી જાય છે. એટલા માટે જો તમારી કોઈ ઈચ્છા છે. જેને તમે પૂર્ણ કરવા માગો છો, તો ઘરમાં આ શંખ લઇ આવો અને રોજ તેની પૂજા કરો.કામધેનુ શંખની પૂજા કરવાથી તર્ક-શક્તિ વધે છે અને વાણી ચાતુર્ય પ્રાપ્ત થાય છે. સાથે સાથે આ શંખની પૂજાથી માનસિક શાંતિ પણ બની રહે છે.
આથી વિચારો પર સંતુલન બનાવી રાખવા માટે આ શંખની પૂજા જરૂરથી કરવી જોઈએ.ઋગ્દેવના જણાવ્યા મુજબ કામઘેનુ શંખમાં 33 દેવોની શક્તિઓ સમાયેલી છે અને આ શંખનું દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તમે કોઈ શુભ દિવસે મંદિરમાં કામઘેનુ શંખનું દાન જરૂર કરી દો. એમ કરવાથી તમને મોક્ષની પ્રાપ્તિ થશે.ઘણા લોકોના ઘરમાં ધન નથી ટકી શકતું.
આ શંખને ઘરે લઇ આવો અને આ શંખને તમારી તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી ઘરમાં ધન ટકવા લાગશે અને આવકમાં વૃદ્ધી થશે.માનસિક શાંતિ મળે છે. કામઘેનુ શંખની પૂજા કરવાથી તર્કશક્તિ અને વાણી શક્તિ મજબુત બને છે. સાથે જ માનસિક શાંતિ પણ યોગ્ય જળવાઈ રહે છે.રોજ સવારે સ્નાન કર્યા પછી મંદિરની સફાઈ કરો અને શંખને શુદ્ધ પાણીથી સાફ કરો. શંખને કોઈ સ્વચ્છ કપડા ઉપર રાખો. ધ્યાન રાખશો કે શંખને ક્યારે પણ સીધો જમીન ઉપર ન રાખો.
Leave a Reply