આ રાશિના જીવનમાં મંગળ રાહુના કારણે આવશે અશુભ સમય… જાણો કઈ રાશિના જાતકોની થશે ખરાબ હાલત

આમ તો દરેક વ્યક્તિના જીવનમાં રાશીનું મહત્વ રહેલું હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા ગ્રહો અને નક્ષત્રોનો જ પ્રભાવ હોય છે. આજે અમે તમને રાશિના શુભ અને અશુભ સમય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. માર્ચ માં આ રાશિ પરિવર્તન કરી મંગળ તેના શત્રુ ગ્રહ શનિના ગ્રહમાં આવ્યો અને તેની પર રાહુની દ્રષ્ટિ પણ પડી રહી છે.

આ હાલત જૂન સુધી રહેવાની છે. જ્યોતિષ અનુસાર મંગળ પર રાહુની દ્રષ્ટિ થવાથી દેશમાં દુર્ઘટનાઓ અને વિવાદ વધવાની સંભાવના છે. જેના કારણે દેશની સુરક્ષા, શાસન વ્યવસ્થા, ઋતુ અને સીમાઓથી જોડાયેલા બદલાવ થવાનો યોગ બની રહ્યો છે.

આ બે ગ્રહોની અશુભ અસર 7 રાશિ પર રહેશે. તે સિવાય બીજી 5 રાશિઓ માટે સમય સારો રહેવાનો છે. તો ચાલો જાણી લઈએ કઈ રાશિનો સમય રહેશે શુભ અને કઈ રાશિના જીવનમાં આવશે અશુભ સમય.

મેષ રાશિ –મેષ રાશિના જાતકોને મંગળ પર રાહુની અશુભ અસરથી દુર્ઘટનાઓ અને વિવાદ વધવાની સંભાવના છે. આ પરિવર્તનથી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. માનસિક તાણ, સ્વાસ્થ્ય પર અસર થશે પણ તેની સાથે જ આ રાશિના જાતકોને કેટલાક સારા પરિણામો મળશે.

જેમ કે કાર્યક્ષેત્ર અને લગ્ન જીવન માટે સારો સમય છે. ગ્રહોની આ સ્થિતિની અસરથી દેશની શાસન વ્યવસ્થા, ઋતુઓ અને સીમાઓથી જોડાયેલા બદલાવ થવાનો યોગ બની રહ્યો છે. આ અશુભ પ્રભાવથી ઋતુમાં અણગમતા બદલાવ થઇ શકે છે.

વૃષભ રાશિ –આ સમય આ રાશિના જાતકો માટે વધુ સારો નહિ રહે. નોકરી કરનારાઓએ સાવચેતી રાખવી પડશે. મંગળની અસરથી સેના સંબંધિત મામલામાં મોટા નિર્ણય થવાની સંભાવના છે. તેની સાથે જ રાહુના કારણે દેશની સીમાઓ પર પણ તણાવ વધવાની આશંકા છે. તમને નોકરીમાંથી કાઢી મુકવામાં પણ આવી શકે છે. પૂર્વજોની કોઈપણ સંપત્તિ તમારા હાથમાંથી જઈ શકે છે. આવા સમયમાં તમારે સાવચેત રહેવું પડશે, કોઈની સાથે છેતરપિંડી કરવી નહિ.

તુલા રાશિ –તુલા રાશિના જાતકોને અશુભ ફળ આપવાવાળા પરિણામ જોવા મળશે. થોડી પરેશાની થઇ શકે છે. માતાનું સ્વાસ્થ્ય, ભાઈ-બહેનોમાં લડાઈ, વાહનોથી હાનિ જેવી સમસ્યાઓ નડી શકે છે. પણ નોકરી કરનારાઓ માટે આ સમય શુભ ફળ આપશે. દેશના કેટલાક ભાગમાં વાવાઝોડુ, પૂરથી પશુ-પક્ષીઓને હાનિ થઇ શકે છે. અનાજ અને કઠોળના કિંમતોમાં વધારો થવાની સંભાવના છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *