આ મંદિરમાં દેવી તેમના પહેરાવેલા કપડાથી ખુશ નથી તો ૨-૩ કલાકમાં જ કપડા બદલાવા પડે છે.

જો આપણે મંદીરની અંદર જવું હોય તો બુટ અને ચપ્પલ બહાર કાઢીને જઈએ છીએ.પરંતુ આજે અમે એક એવા મંદિર વિશે જણાવીશું કે જ્યાં માં દુર્ગા ને નવા ચપ્પલ અને સેન્ડલ ચડવામાં આવે છે. તમને એ સાંભળીને નવી લાગશે કે આ મંદિર મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલ માં આવેલું છે.

આ મંદિરમાં શ્રધ્ધાળુઓ પોતાની માનતા પૂરી થાય ત્યારે ચપ્પલ ચડાવે છે. રાજધાની ભોપાલના કોલાર પ્રદેશ માં એક નાની એવી પહાડી પર બનાવેલું માં દુર્ગાનું સીધ્ધ્દાત્રી પહાડ્વાળા મંદિર.જેને લોકો જીજીબાઇ મંદિર ના નામથી ઓળખે છે.

અહિયાં ૧૮ વર્ષ પહેલા રહેવા આવેલા અશોકનગર ના રહેવાસી ઓમપ્રકાશ મહારાજાએ મૂર્તિની સ્થાપના શિવ પાર્વતી ના લગ્ન કરાવ્યા હતા અને પોતાના હાથથી કન્યાદાન કર્યું હતું.ત્યારથી તેઓ માં સીધ્ધ્દાત્રીને પોતાની પુત્રી માનીને પૂજા કરતા, અને સામાન્ય લોકોની જેમ તેની દીકરીના લાડકોડ પુરા કરતા.

મંદિરમાં સેવા આપતા લોકો જણાવે છે કે લોકો અહિયાં માનતા માને છે. અને જયારે તેમની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તેઓ અહી નવા ચપ્પલ ચડાવે છે.ઘણી વાર તે લોકોને એવો આભાસ થાય છે કે દેવી તેમના પહેરાવેલા કપડાથી ખુશ નથી તો ૨-૩ કલાકમાં જ કપડા બદલાવા પડે છે.

આ મંદિર માં ફક્ત ચપ્પલ જ નહિ પરંતુ ભક્તો દ્વારા ચશ્માં, ટોપી અને ઘડિયાળ પણ ચડવામાં આવે છે.એવું પણ કહેવામાં આવે છે કે માતાના કેટલાક ભક્તો કે જેઓ વિદેશમાં રહે છે, તેઓ પણ ત્યાંથી પોતાની માનતા પૂરી કરવા ચપ્પલ મોકલે છે. આ ભક્તો દ્વારા ચડવામાં આવતા ચપ્પલો એક દિવસ રાખ્યા બાદ જરૂરિયાતમંદ લોકો ને આપી દેવામાં આવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *