જ્યોતિષ

જો તમે પણ ધનવાન બનવા માગો છો, તો અપનાવો આ ચમત્કારિક ઉપાય

જો કોઈ વ્યક્તિને ધન પ્રાપ્ત કરવું છે, તો તેના માટે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે, જો કોઈ શુભ દિવસે કેટલાક સરળ ઉપાય કરવામાં આવે છે તો તેનાથી માતા લક્ષ્મીજીને જલ્દી પ્રસન્ન કરી શકાય છે, આજના સમયમાં પૈસાની સમસ્યા સૌથી મોટી સમસ્યા છે, દરેક વ્યક્તિ પૈસા કમાવા પાછળ દોડે છે, પણ લાખ પ્રયાસ કરવા છતાં માણસ પૈસા માણસને ધનની પ્રાપ્તિ થઇ શકતી નથી.

જો તમે પણ શ્રીમંત બનવા માગો છો, તો તમે મહિનાના આ 3 દિવસોમાં ચમત્કારિક ઉપાય અપનાવી શકો છો, મહિનાના આ 3 દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, તેમાં જો તમે થોડા સરળ એવા ઉપાય કરો છો, તો તેનાથી તમે તમારી બધી અધુરી ઇચ્છાઓ પૂર્ણ કરી શકો છો અને તમને તમારા જીવનમાં સંપત્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રાપ્ત થશે.

જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માગો છો, તો તેના માટે તમે મહિનાની પુનમની તિથી, અમાસની તિથી અને સુદ પક્ષની તિથીના બીજા શુક્રવારના દિવસે તમે કેટલાક સરળ ઉપાય અપનાવી શકો છો, આ ઉપાય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને જલ્દી સમૃદ્ધ થઈ શકો છો.

જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય પૈસા સાથે સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તો મહિનાના અમાસના દિવસે પીપળના ઝાડની નીચે લોટના સાત દીવડા સરસિયાના તેલના પ્રગટાવો અને પીપળાની સાત પરિક્રમા કરો. કુટુંબમાં સુખ અને સમૃદ્ધિ જાળવવા માંગો છો, તો તેના માટે તમે મહિનાની અમાસ તિથિના દિવસે ગાયના છાણનો દીવો બનાવી લો

અને તેમાં થોડો જૂનો ગોળ અને તલનું તેલ નાખી દો અને તેને સળગાવી તમારા ઘરના મુખ્ય દરવાજાની વચ્ચે રાખો.તમે મહિનાના બીજા શુક્રવારના દિવસે શ્રી મહાલક્ષ્મી યંત્રની સ્થાપના કરો અને ગાયના ઘી નો દીવો પ્રગટાવી કમલગટ્ટા(કમર કાકડી)ની માળાથી મંત્ર “ऊँ महालक्ष्म्यै’ नमः” ના 11 જાપના કરો, તેનાથી પૈસા સંબંધિત મુશ્કેલીઓ દૂર થઇ જાય છે.

પૈસા પ્રાપ્ત કરવામાં કોઈ પણ પ્રકારની અડચણનો સામનો કરવો પડી રહ્યો છે, તો સુદ પક્ષના બીજા શુક્રવારે તમે કાળા તલ કુટુંબના બધા સભ્યોના માથા ઉપરથી સાત વાર ઉતારીને ઘરની બહાર પશ્ચિમ દિશા તરફ ફેંકી દો.ઘરની બગડેલી આર્થિક સ્થિતિને બરાબર કરવા માંગો છો, તો તેના માટે તમે સુદ પક્ષના બીજા શુક્રવારે, કાળી હળદરના 9 દાણા ને એક રેશમી દોરામાં પરોવીને એક એક દાણાની કુલ 7 માળા બનાવી લો અને તેની પૂજા કરો. ત્યાર પછી તમારે ધૂપ દીવા પ્રગટાવીને તમારા ગળામાં પહેરવી પડશે.

ઘરની બરકત જાળવી રાખવા માંગો છો, તો તેના માટે, તમે મહિનાની પુનમની તિથીના દિવસે એક માટલીમાં તાજું શુદ્ધ પાણી ભરી લો અને તેને તમારા ઘરના રસોડામાં સફેદ કપડાથી ઢાંકીને રાખી દો. આર્થિક સમસ્યા દૂર કરવા માટે, તમારે મહિનાની પુનમની તિથી ઉપર કાળી હળદરને સિંદૂર અને ચંદનના ધૂપ સાથે પૂજા કરો,

ત્યાર પછી તમે ચાંદીના 2 સિક્કાની સાથે લાલ કપડામાં તેને લપેટીને ધન રાખવાના સ્થાન અથવા તિજોરીમાં રાખી દો. જો તમે તમારા વ્યવસાયના સ્થાનમાં સફળતા પ્રાપ્ત કરવા માગો છો અને ધનની આવક ઝડપથી વધારવા માંગો છો, તો તેના માટે તમે પુનમ તિથી ઉપર આમલીના ફળ લાગેલા ઝાડની એક શાખા કાપી લો અને તમે તેને તમારા ઘર અને વ્યવસાય સ્થળ ઉપર તિજોરીમાં રાખો.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

2 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

2 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

2 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

2 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

2 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

2 months ago