લીલા પાન વાળી આ ભાજીનું નિયમિત સેવન કરવાથી સુગર લેવલ નિયંત્રણમા રહે છે

લીલા પાનવાળા શાકભાજી તો તરોતાજા જોવા મળે છે. આ લીલા પાનવાળા શાકભાજી આપણા શરીર માટે ખુબ જ પોષ્ટિક આહાર માનવામા આવે છે,જેમાં પાલક, મેથી, તાદંરજો, સુવાભાજી, ચણાભાજી વગેરે ના સેવન થી શરીરને જોઈતા પ્રમાણમા પ્રોટીન્સ, વિટામિન્સ તેમજ મિનરલ ના તત્વો મળી રહી છે. પરંતુ આ પ્રકાર ની તમામ ભાજી ને બનાવવાની એક ખાસ રીત હોય છે.

આ ભાજીને બનાવતા વખતે બરાબર પકાવવાની હોતી નથી જો ભાજી થોડી કાંચી રહે તો તેમાં રહેલા ગુણ ઘર્મો જાળવી રહે છે. તો આજ ના આ આર્ટીકલ માં આપણે જાણીશું કે કેવી રીતે આ ભાજીને બનાવવી જોઈએ તેમજ તેના સેવન થી શરીર ને કેવા-કેવા લાભ થાય છે.જો તમને ખ્યાલ ન હોય તો જણાવી આપીએ કે આ ભાજીમા ડુંગળી નાખીને ખાવાથી હાઈ બ્લડ પ્રેશર ની તકલીફ દૂર થાય છે.

આ સાથે જ તેમા ગૈલોપ્ટોમાઈનન નામક તત્વ મળી આવે છે જે હૃદય ને સ્વસ્થ તેમજ સારી રીતે કાર્યરત રહે તે માટે કામ કરે છે.તેમાં રહેલા ફાયબર અને એન્ટીઓક્સીડન્ટ તત્વો શરીમા રહેલા ઝેરી તત્વો ને બહાર કાઢવાનું કામ કરે છે. કબજિયાત ની તકલીફ મા પણ આ ભાજી મહત્વ ની ભૂમિકા ભજવે છે. આ સિવાય ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો આ ભાજી કોઈ ઔષધી થી કમ નથી.

તેમના માટે તો આ એક સંજીવની જડીબુટી જેવું કામ કરે છે. આ ભાજી ના નિયમિત સેવન થી અથવા તો અઠવાડિયા ના અમુક દિવસો માં સેવન કરવાથી સુગર લેવલ નિયંત્રણ મા રહે છે. તેના બીમા એમિનો એસિડ પણ મળી આવે છે. આ ભાજી ને જુદી-જુદી રીતે લોકો ઉપયોગ માં લઈને તેનું સેવન કરતા હોય છે.

જો તમારે અડધો કિલો લીલી મેથીની ભાજી બનાવવી છે તો તેમા માત્ર ને માત્ર બે ચમચી તેલમા જીરું અને ૧૫ થી ૨૦ લસણની કળીઓને જીણી કાતરીને તેનો વધાર કરવો,તેમા નમક અને હળદર તમારા સ્વાદ પ્રમાણે ભેળવીને ખાલી ૫ થી ૭ મિનિટ સુધી જ આ ભાજીને પાકવા દો.

આ રીતે તૈયાર કરેલી ભાજી ખુબજ ગુણકારી માનવામાં આવે છે.ત્યારબાદ આ રીતે ભાજી બની ગયા બાદ તેમાં ઉપરથી તમે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ રસ ઉમેરવા થી ભાજીની કડવાશ પણ દૂર થાય છે અને તેનો સ્વાદ પણ કઈક જુદો જ લાગે છે.આ સિવાય ભાજી ને જુવાર અથવા તો બાજરા ના લોટ મા ભેળવીને તેના થેપલા બનાવીને પણ ખાઈ શકાય છે.

આ સિવાય તેને જીણી સમારીને તેમા લીબું નો રસ, બે ચમચી બેસન અને નમક નાખી એક ચમચી તેલમા થોડી મિનિટ સાંતળીને ખાવાથી પણ તેમા રહેલા પોષકતત્વો તમને મળી રહે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *