મોટાભાગે મહિલાઓ ત્વચા ની ખુબ જ કાળજી રાખતી હોય છે. જેના માટે બજાર માંથી ઘણી પ્રોડક્ટ ખરીદી લાવીને ઉપયોગ કરે છે, પરંતુ એનાથી કોઈ ફરક પડતો નથી. ચમકદાર અને સુંદર ત્વચા પામવા માટે ભારતીય મહિલાઓ સદીઓ જૂનાં 100 ટકા પ્રાકૃતિક અને સલામત તરીકાઓ અપનાવે છે.
વાતાવરણ માં ગરમીનું પ્રમાણ વધવાથી ચહેરા પર ખી અને ફોલ્લી ઓ વધવા લાગે છે અને આ સમસ્યા થી દરેક છોકરીઓ ખુબજ પરેશાન રહે છે. ચહેરાની ખોવાયેલી ચમક પરત મેળવવા મોંઘામાં મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી.
એવામાં કેટલાક ઘરેલું નુસખાથી તમે એક રાતમાં કુદરતી ગ્લોઇંગ ત્વચા મળી શકે છે. ચહેરા પર ચમક લાવવા માટે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. જેના માટે આ વસ્તુઓમાં તમે પાણી મિક્સ કરીને પી શોક છો.આમ કરવાથી શરીર ડિટોક્સ થશે અને અંદરની ગંદકી સહેલાઇથી બહાર નીકળી જશે.
આજે અમે તમને એવા પાણી વિશે જણાવીશું જેનું સેવન કરવાથી ત્વચા ને ખુબજ લાભ થાય છે. તો ચાલો જાણી લઇએ એવા ક્યાં ક્યાં પાણી છે જેનાથી ત્વચા સુંદર બની રહે છે..ફુદીનાનું પાણી પીવાથી પેટ સાફ રહે છે અને ચહેરાની ચકમ યથાવત રહે છે. તેના સેવનથી ત્વચાની ચમક સારી રહેશે.
તેની સાથે જ તે પેટની ગરમી દૂર કરે છે. ચમકતી ત્વચા જોઇએ છે તો આજથી જ ફુદીનાનું પાણી પીવાનું શરૂ કરી દો.તજનું પાણી બનાવવા માટે પાણીને ઉકાળતા સમયે તેમા એક ચમચી તજના પાવડર અને તેમા સફરજનના બે ટૂકડા મિક્સ કરી લેવા. તે બાદ પાણીને ગાળીને પી લેવું. જે વધારે ટેસ્ટી લાગશે. સાથે જ તમારા લોહીનું પરિભ્રમણ સારુ રહેશે અને તેમના ચહેરા પર ચમક આવી જશે.
લીંબુ વાળું પાણી ઘણા રોગમાં રાહત આપે છે. પીવાના પાણીમાં લીંબુ મિક્સ પીવાથી ફાયદા થાય છે. ધ્યાન રાખો કે લીંબુના થોડાક ટીંપા ઉમેરો તેનાથી ન માત્ર તમારી પાચન ક્રિયા સ્વસ્થ થશે પરંતુ શરીરની ગંદકી પણ પર પરેસવાની સાથે નીકળી જશે. લીંબુની જગ્યાએ તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરીને પી શકો છો.
Leave a Reply