એક ચમકદાર હાસ્ય તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ કરશે અને તમે પોતાને પ્રફુલ્લીત અનુભવી શકશો. દાંત જો વાંકા-ચુકા કે પીળા હોય તો ખૂબ જ આકર્ષક ચહેરો પણ સુંદર નથી લાગતો.ખાસ કરીને જ્યારે કોઈ છોકરી લિપ્સટિક લગાવે છે અને તેના દાંત પીળા હોય તો ચેહેરો જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે, પરંતુ તેનાથી પરેશાન થવાની જરૂર નથી.
જો તમે પણ પોતાના દાંતને ચમકાવવા અને સફેદ બનાવવા માગતા હોય તો નવો આ ઉપાય.દાંતને સફેદ અને ચમકદાર બનાવવા માટે ઘણા ઉપાય અપનાવી શકાય, પરંતુ નારિયેળના તેલથી દાંતની સંભાળ ખૂબ જ ટૂંકા સમયમાં લઈ શકાય છે. ચાલો જાણી લઇએ કે નાળિયેળ તેલથી તમારા દાંતને ચળકતા કેવી રીતે બનાવી શકાય તમે વિચારી શકો છો
નાળિયેળનું તેલ ફક્ત વાળ અને ત્વચાની સંભાળ રાખે છે. દાંતની સંભાળ કેવી રીતે રાખવી? નારિયેળ તેલનો ઉપયોગ દાંતોની સંભાળમાં પણ કરવામાં આવે છે.નારિયેળ તેલ પ્રકૃતિથી સમૃદ્ધ માનવામાં આવે છે. નાળિયેળ તેલમાં કેલરી, ટ્રાઇગ્લિસરાઇડ્સ અને લૌરિક એસિડ વધુ હોય છે. દાંતને સારી રીતે રાખવા ઉપરાંત, લૌરિક એસિડ માનવ શરીરમાં વિવિધ કાર્યો કરે છે.
લોરીક એસિડ દાંતમાં હાનિકારક બેક્ટેરિયા, ફૂગ અને વાયરસનો નાશ કરવામાં મદદ કરે છે.એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે નાળિયેરનું તેલ દાંતમાં રહેલા હાનિકારક જંતુઓનો નાશ કરવામાં પણ મદદ કરે છે. નાળિયેળ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો, નારિયેળ તેલની એક મોટી ચમચી મોંમાં નાખીને અને ૧૦-૧૫ મિનિટ સુધી કોગળા કરો.ગળી જશો નહીં.પછી તમારા દાંત સાફ કરો.
જો તમે તેને દરરોજ સવારે નાસ્તા પછી કરો છો તો તમને ફાયદો થશે.દાંત ને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ ખૂબ મહત્વનું છે. આ ઉપાય ફાયદાકારક છે દરેક લોકોના સ્વાસ્થ્ય માટે. શરીરમાં પોષણની અછત અથવા કેલ્શિયમની અછતને કારણે દાંતમાં પીળો રંગ આવે છે. આવી સ્થિતિમાં, ભલે પછી ગમે એટલી તમે ટીપ્સ અથવા ઉપાય કરો, પરંતુ તમારા દાંત સફેદ નહીં થાય. આહારમાં વિટામિન ડી અને કેલ્શિયમથી ભરપૂર આહાર લેવો જોઈએ.
Leave a Reply