માતા દુર્ગાની આ વાતોને ખાસ સ્ત્રીઓએ જીવનમાં ઉતારવી જોઈએ,નહિ આવે ક્યારેય પરેશાની..

માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે લોકો અલગ અલગ પ્રકાર ની પૂજા અર્ચના કરે છે. સ્ત્રીઓ એ માં દુર્ગા સાથે જોડાયેલી અમુક વાતો ને એમના જીવન માં જરૂર ઉતારવી જોઈએ. માં દુર્ગા દુખો ને નાશ કરવા માટે પણ ઓળખવામાં આવે છે. એવામાં જો સ્રીઓ ઈચ્છે કે તે પોતાની બધી મુશ્કેલીઓ થી સરળતાથી લડી શકે, તો તેને માં દુર્ગા સંબંધિત નીચે બતાવેલી વાત જરૂર શીખવી જોઈએ.

માં દુર્ગા ક્યારેય પણ ધ્યેય વગર કોઈ પણ કામ કરતી નથી અને તે કામ કરતા પહેલા ધ્યેય નક્કી કરી લે છે, જે પછી કામ કેવી રીતે કરવામાં આવે, તેની પર ધ્યાન આપે છે, એવા માં દરેક મહિલાઓ ઈચ્છે કે તે પોતાના જીવન ના લક્ષ્ય નક્કી કરે, તેથી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માં ક્યારે ભટકે નહિ અને પોતાની જિંદગી પોતાની રીતે જીવી શકે.

જણાવી દઈએ કે જયારે તમે ધ્યેય નક્કી કરો છો, તો તમારો આત્મવિશ્વાસ ઘણો વધી જાય છે, જેની મદદ થી તમે તમારી જિંદગી માં કોઈ પણ વ્યક્તિ ને પાછળ રાખી શકો છો અને હમેશા આગળ વધતા રહેશો.માં દુર્ગા ના અનેક રૂપ હોય છે, પરંતુ એ પોતાના દરેક રૂપ માં સેટ થઇ જાય છે. આવી જ રીતે એક સ્ત્રી ને પણ બધી રીતે બધા રૂપ માં સેટ થઇ જવું જોઈએ.

જેવી રીતે છોકરી, વહુ, પત્ની, માં અને દાદી વગેરે રૂપ માં પોતાને ઢાળી ને પોતાની શક્તિઓ વધારે છે.. સાથે જ ક્યારેય પણ કોઈ પણ રૂપની સાથે સમાધાન ન કરવું જોઈએ, પરંતુ દરેક રૂપ ને વિશ્વાસ ની સાથે નિભાવવું જોઈએ.જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વિશ્વ ને બચાવવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાની શક્તિ થી માં દુર્ગા નું નિર્માણ કર્યું. માં દુર્ગા ની અંદર બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ની શક્તિ છે. એટલુ જ નહિ, પોતાની શક્તિ નો સાચો ઉપયોગ કરવા માટે માં દુર્ગા હમેશા શીખતી રહે છે.

એટલા માટે દરેક મહિલાએ જીવન માં આગળ વધવા માટે હમેશા શીખતા રહેવું જોઈએ. મતલબ સાફ છે કે જો તમે હમેશા શીખતા રહેશો, તો તમને કોઈ પણ વ્યક્તિ પાછળ છોડી શકશે નહિ, અને તમે હંમેશા દરેક લોકો થી આગળ રહેશો.જીવન માં મહિલાઓને માં દુર્ગા ની જેમ નીડર રહેવું જોઈએ, જેના માટે એમને માં દુર્ગા  પાસે થી વિશ્વાસ અને નીડરતા શીખવી જોઈએ. જો મહિલા ભય રાખ્યા વિના પોતાનું જીવન વ્યતીત કરશે, તો એમને જીવન માં કોઈ પણ પ્રકાર ની પરેશાની નહિ રહે.

પરંતુ એ પોતાની પરેશાની નો ઉપાય તરત જ કાઢી લેશે અને પોતાનો રસ્તો સહેલાય થી કરી લેશે.દુર્ગા માં ના ૮ હાથ એ તરફ ઈશારા કરે છે કે બધી મહિલા ને બુદ્ધિશાળી બનવું જોઈએ, તેથી કોઈ પણ જગ્યા પર અને ગમે તે રીતે જીવન કાઢવું હોય તો મહિલા કોઈ થી પાછળ ના રહે. એટલા માટે જો તમે તમારી જીદગી માં આગળ વધવા માંગો છો, તો પેલા મલ્ટી બુદ્ધિશાળી બનો, તેથી તમને જીવન માં કોઈ પણ વ્યક્તિ હરાવી ના શકે અને તમારૂ લક્ષ્ય તમે સહેલાય થી મેળવી શકો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *