કોઇપણ મહિલાના શરીરમાં બ્રેસ્ટ્સને એટ્રેક્ટિવ ભાગ માનવામાં આવે છે. દરેક મહિલાઓ ઇચ્છે કે તેમનું ફિગર સારુ દેખાય. મહિલાઓ પણ તેમની સુંદરતા યથાવત રાખવા માટે કોશિશ કરે છે. પરંતુ અજાણતા કેટલીક વસ્તુઓ એવી થાય છે જેનાથી તમને અનેક સમસ્યાઓ થાય છે. તો આવો જોઇએ કઇ તે ભૂલો છે જેનાથી તમને સ્તનને લગતી મુશ્કેલીઓ થાય છે.
-જો તમારા બ્રેસ્ટની સાઇઝ મોટી છે તો તે તમારા માટે સમસ્યા બની શકે છે. એક અભ્યાસ મુજબ જ્યારે તમે દોડા છો તો તમારા બ્રેસ્ટ 8 ઇંચ સુધી બાઉન્સ કરે છે તે પેનફુલ હોવાની સાથે જોવામાં પણ અજીબ લાગે છે. જો તમે રેગ્યુલર કોઇ સપોર્ટ વગર દોડો છો તો બ્રેસ્ટના કનેક્ટિવ ટિશ્યૂઝ પણ ડેમેજ થઇ શકે છે. તેનાથી બચવા માટે તમારે સારી ક્વોલીટિની સ્પોર્ટ્સ બ્રા પહેરવી જોઇએ.
– હાથ અને પદમાં વેક્સિંગ કરવા હેર રિમૂવલ ખૂબ સારો ઉપાય છે. પરંતુ નિપ્પલની સ્કિન શરીરના અન્ય ભાગથી વધારે સેંસિટિવ હોય છે. વેક્સિંગ કરવાથી અનેક પ્રકારની સ્કિન એલર્જી પઇ થઇ શકે છે. જેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
– ભલે તમને સેક્શુઅલ એડવેન્ચર પસંદ હોય પરંતુ બ્રેસ્ટસના મામલામાં સાવધાની રાખવી જોઇએ. બ્રેસ્ટ પર લવ બાઇટ્સપેનુલ હોવાની સાથે ટિશ્યૂઝને પણ ઇજા કરી શકે છે. જેથી ઇમોશન્સને કંટ્રોલમાં રાખો.
– ખાસ કરીને લોકોને લાગે છે કે દરેક લોકો યોગ્ય સાઇઝની બ્રા પહેરી રહ્યા છો પરંતુ તમને જાણીને હેરાની થશે કે દર 4માંથી1 મહિલા ખોટી સાઇઝની બ્રા પહેરે છે. તમારી બ્રા ન તો ટાઇટ હોવી જોઇએ ન તો બ્રા પહેર્યા બાગ બ્રેસ્ટ ખરાબ દેખાવવા જોઇએ. તેનાથી તમને યોગ્ય સપોર્ટ મળવો જોઇએ. સ્તન નાના હોવાના ઘણા કારણો હોય શકે છે જેમ કે ઓછો વજન, સરખું ભોજન ન લેવું, હોર્મોન્સની ખામી, દવાની અસર અથવા તો પારિવારિક વારસો વગેરે કારણો હોય શકે છે. આવા કારણોસર ઘણી મહિલાઓ પોતાને આકર્ષક અને સુંદરતાનો અનુભવ નથી કરી શકતી. સ્તન વધારવા માટે અનેક પ્રકારના ઉપાયો છે. જે ઉપાયો અપનાવવાથી સ્તનની વૃદ્ધી થઇ શકે અને ટાઈટ પણ થાય છે.
આ લક્ષણોને બિલકુલ અવગણશો નહીં … – જો સ્તન પર કોઇપણ પ્રકારની ગાંઠ થઇ જાય. – સ્તનનો દુખાવો, ખંજવાળ અને લાલાશ થાય છે. – અન્ડરઆર્મ્સમાં અથવા ખભાની આસપાસ દુખાવો, સોજો અથવા ગાંઠ થાય છે. – ગળાના ઉપરના ભાગમાં દુખાવો થાય છે, કારણ કે જ્યારે કેન્સરના કોષો વધવા લાગે છે, ત્યારે તે કરોડરજ્જુને અસર કરે છે, જેનાથી ગળામાં તીવ્ર દુખાવો અને સોજો આવે છે.
– જો નિપ્પલમાં પાણી જેવું ચીકણું પ્રવાહી નીકળવું – નિપ્પલના રંગ અને આકાર બદલવા માંડે છે. – જો તમને ખૂબ થાક લાગે છે, કારણ કે કેન્સરના કોષો લોહીના કોષો પર દબાણ લાવે છે, જેના કારણે શરીરમાં ખૂબ થાક લાગે છે. જો તમને આવા કોઈ લક્ષણો દેખાય છે, તો તુરંત જ ડોક્ટરની તપાસ કરાવો, કારણ કે જો રોગ સમયસર પકડાય છે, તો તેનાથી છુટકારો મેળવવો સરળ છે.
Leave a Reply