જો આવી વસ્તુ હાથમાંથી પડી જાય તો ગણાય છે અશુભ, જીવનમાં આવે છે પડતી..

અન્નપૂર્ણા માતા સનાતન ધર્મ ની એક દેવી છે. પુરાણોમાં તેમનું વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરૂં પાડનારી દેવી માનવામાં આવે છે. કહેવાય છે કે કોઇ અશુભ ઘટના ઘટવાની હોય તે પહેલા સંકેત મળવા લાગે છે. જો કે ખુબજ કામને લીધે અથવા થકાવટ ના કારણે ઘણી વખત ઉતાવળમાં વસ્તુઓ હાથ માંથી પડી જાય છે.

અમુક એવી વસ્તુઓ હાથમાંથી પડી જાય તેને જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે. એવી ઘણી વસ્તુઓ છે જે આપણા હાથમાંથી પડે અને આપણા જીવન પર ખરાબ અસર પડે છે. મા પાર્વતીજીનું એક સ્વરૂપ અન્નપૂર્ણા છે.

તેમની ભકિત કરવાથી ધનધાન્યનાં ભંડાર ભરપુર રહે છે.  આજે અમે તમને એવી કેટલીક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પડવાથી કંઈક અશુભ ઘટના ઘટે છે અને દેવી અન્નપૂર્ણા નારાજ થઇ જાય છે. તો ચાલો જાણી લઈએ એ સંકેત વિશે..

ચોખા કે અનાજનું હાથ માંથી ઢોળાઈ જવું: હિન્દુ ધર્મમાં ચોખા, ઘઉં, અનાજ વગેરે હાથમાંથી પડે તેને અપશુકન માનવામાં આવે છે. અનાજ ઢોળાય તો માતા અન્નપૂર્ણા નારાજ થઇ જાય છે, ઘરમાં અન્ન અને પૈસાની અછત આવવાના સંકેત સુચવે છે. એટલા માટે માતા અન્નપુર્ણ અને દેવી લક્ષ્મી પાસે બે હાથ જોડી અનાજને અને કપાળ પર લગાવીને માફી માંગવી જોઈએ.

તેલનું ઢોળવું: વાસ્તુ શાસ્ત્ર મુજબ હાથ માંથી તેલ વાળું વાસણ હોય તો ઢોળાઇ જાય તેને અત્યંત અશુભ હોવાનું સૂચવે છે. આવી રીતે થાય તો સમજી લેવુ કે ઘરે કોઈ મોટા સંકટનું જોખમ રહેલું છે. આવનારા સમયમાં તમારા પર કોઇ મુશ્કેલી આવશે. તમારા પર આર્થિક સંકટ આવી શકે છે.

દૂધ નો ઉભરો આવી જવો: વાસ્તુશાસ્ત્ર મુજબ દૂધ ઉભરાઇ જવાને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં દૂધ ઉભરાઇ જાય તો અશાંતિ નું વાતાવરણ બની રહે છે છે. ઘરના સભ્યોમાં અણબનાવ થાય છે વ્યક્તિને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ધાર્મિક માન્યતા અનુસાર, દૂધનુ ઉભરાવુ એ સૂચવે છે કે કુટુંબમાં કોઈ અયોગ્ય ઘટના થવાની છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *