પૂરી દુનિયામાં ૨૧ જુન ના રોજ વિશ્વ સંગીત દિવસ મનાવવામાં આવે છે. સંગીત ના ઉપકરણો માંથી નીકળતી મધુર ધૂન ને તમે ઘણી વાર સાંભળી હશે, પરંતુ શું ક્યારેય કોઈ પગથીયા માંથી સંગીત ની ધૂન નીકળતા જોઈ છે. જી હા, ભારત માં એક એવું અનોખું મંદિર છે, જેના પગથીયા માંથી સંગીતની ધૂન નીકળે છે.
આ મંદિર દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્ય માં આવેલું છે. જેનું નામ છે એરાવતેશ્વર મંદિર. તમિલનાડુ ના કુંભકોણમ ની પાસે દારાસુરમ માં એરાવતેશ્વર મંદિર આવેલું છે. આ મંદિર ને રાજા રાજ ચોલા એ ૧૨ મી સદી માં બનાવ્યું હતું. એનું નામ પણ ભગવાન શિવ પર જ રાખવામાં આવ્યું છે.
આ મંદિર ખુબ જ સુંદર છે. આખું વર્ષ ભક્તો જોવા મળે છે અને ભક્તો ને ત્યાં શાંતિ મળે છે. પુરાઓ અનુસાર દેવતાઓના રાજા ઇન્દ્રનો સફેદ હાથી એરાવતે અહીં ભગવાન શિવની પૂજા કરી હતી. દુર્વાસા ઋષિ દ્વારા આપવામાં આવેલા શ્રાપમાંથી મુક્ત થવા માટે એરાવતે અહીં શિવની આરાધના કરી હતી.
હિન્દુઓમાં મૃત્યુના દેવતા ગણાતા ભગવાન યમે પણ આ મંદિરમાં ભગવાન શિવની આરાધના કરી હતી. આ મંદિરમાં ભગવાન શિવની એરાવતેશ્વરના રૂપમાં પૂજા કરવામાં આવે છે. આ મંદિર પ્રારંભિક દ્રવિડ વાસ્તુકળાનુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ મંદિરમાં પથ્થરો પર સુંદર કોતરણી કરવામાં આવી છે.
આ મંદિર ના એક ભાગ માં ત્રણ પગથીયા બનાવેલા છે. જેના પર પગ રાખવાથી કે થોડી ઠોકર લાગવાથી પણ સંગીત ની અલગ અલગ ધૂન નીકળે છે. આ એકદમ એવું જ છે, જેમ કે કોઈ સંગીત ના ઉપકરણ માંથી ધૂન ને કાઢી. આ પર વૈજ્ઞાનિકો એ ખુબ જ શોધ કરી,
પરંતુ ૮૦૦ વર્ષો માં ધુન નીકળવા નું રહસ્ય પરથી પડદો નથી ઉઠી શક્યો. એની દરેક ખાસિયત ને જોઇને જ યુનેસ્કો એ ૨૦૦૪ માં એને વિશ્વ ની યાદી માં શામેલ કર્યું હતું. મંદિર ના આ રહસ્ય ને જોવા અને સમજવા માટે આખી દુનિયા માંથી હજારો લોકો અહી પર આવે છે.
Leave a Reply