આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીએ છીએ. જેમાં ભગવાનના દર્શન કરવા માટે કોઈ ભક્ત અંદર પ્રવેશ કરી શકતા નથી. આ મંદિરમાં ભલે કોઈ પણ મોટો વ્યક્તિ આવે, તેને મંદિર પરિસરમાં પ્રવેશવાની મંજૂરી નથી.મંદિર ના પુજારી પણ ઘણા નિયમો સાથે આ મંદિર માં પ્રવેશ કરે છે અને પૂજા કરે છે આ મંદિરમાં પૂજારીઓ તેમના મોં, આંખો અને નાકને પાટો બાંધીને મંદિરના ભગવાનની પૂજા કરે છે
જે ભક્તો આ મંદિર માં દર્શન કરવા માટે આવે છે. તેઓને મંદિર પરિસરથી લગભગ ૭૫ ફૂટના અંતરે રહીને પૂજા-પાઠ કરવાની હોય છે. અને અહીં તેઓ તેમની ઇચ્છિત મનોકામના પણ માંગે છે.આ એક વિચિત્ર મંદિર છે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના દેવાલ નામના બ્લોકમાં આ મંદિરને દેવસ્થલ લાટુ ના નામથી ઓળખવામાં આવે છે, કારણ કે અહીં લાટુ દેવતા ની પૂજા થાય છે.
આ મંદિર ના દરવાજા વર્ષ માં માત્ર એક જ વાર ખુલે છે. વૈશાખ મહિના ની પૂર્ણિમા એ આ દિવસે લાટુ દેવતા પુજા કરવા માટે પુજારી આંખો, મોં અને નાક પર પાટો બાંધી ને દરવાજા ખોલે છે અને ભક્તો દૂરથી જ ભગવાન ના દર્શન કરે છે.
આ મંદિરને લગતી ઘણી કથાઓ પ્રચલિત છે. લાટુ દેવતા ઉત્તરાખંડની અર્ધા નંદા દેવીના ધર્મ ભાઈ છે. ઉત્તરાખંડમાં દર ૧૨ વર્ષે શ્રીનંદા દેવીની રાજ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. વાણ ગામ તેનો ૧૨ મો સ્ટોપ છે. એવું કહેવામાં આવે છે કે લાટુ દેવતા વાણ થી લઇ ને હેમકુંડ સુધી તેમની બહેન નંદા દેવીને આવકારે છે, પરંતુ તમારા મનમાં એવો સવાલ ઉભો થઈ રહ્યો હશે કે આ મંદિરમાં ભક્તોના પ્રવેશને શા માટે પ્રતિબંધિત છે.
આ મંદિરમાં પોતે નાગરાજ તેમના ખૂબ જ ભવ્ય સ્વરૂપમાં તેની મણિ સાથે બીરાજમાન છે, આ તેમનું નિવાસસ્થાન છે, નાગરાજ ને મણિ સાથે જોવાનું દરેક લોકોની વાત નથી, એટલા માટે અહી પર લોકોને આવવાની મનાઈ છે અને તેથી જ પુજારી પણ મોં પર પાટો બાંધીને પૂજા કરે છે.
આ સિવાય એક બીજી માન્યતા છે, જે મુજબ મણી નો પ્રકાશ એટલો તેજ છે કે જે તેને જુએ છે તે તેની આંખો ની રોશની ગુમાવી દે છે અને સાથે જ મંદિરમાં હાજર પૂજારીના મોં ની ગંધ દેવતાને અનુભવવી ન જોઈએ અને નાગરાજની ઝેરી ગંધ પૂજારીના નાક સુધી ન પહોંચવી જોઇએ. તેથી તે નાક-મોં પર પાટો બાંધે છે.
Leave a Reply