ઝારખંડના રામગઢમાં એક મંદિર એવું છે જ્યાં ભગવાન શંકરની શિવલિંગ પર જળાભિષેક બીજું કોઈ નહિ પણ સ્વયં માતા ગંગા કરે છે. મંદિરની ખાસિયત એ છે કે અહી વર્ષના ૧૨ મહિના અને ૨૪ કલાક થાય છે આ પૂજા અને સદીઓથી ચાલતી આવી છે. એવું માનવામાં આવે છે કે આ જગ્યાનો ઉલ્લેખ પૂરાણોમાં પણ મળે છે. ભક્તોની આસ્થા છે કે અહી માંગેલી બધીજ ઈચ્છા પૂરી થાય છે.
અંગ્રેજોના જમાનાથી જોડેલો છે આ ઈતિહાસ :- ઝારખંડના રામનગર જીલ્લામાં સ્થિત આ પ્રાચીન શિવમંદિરને ટુટી ઝરણાના નામથી ઓળખવામાં આવે છે. મંદિરનો ઈતિહાસ ૧૯૨૫ થી જોડેલો છે માનવામાં આવે છે કે તે જગ્યા પરથી અંગ્રેજો રેલ્વે લાઈન લગાવાનું કામ કરી રહ્યા હતા.
પાણી માટે ખોદ કામ દરમ્યાન તેને જમીનની અંદર અજાણી વસ્તુ દેખાય આવી. અંગ્રેજોએ આ વાત જાણવા માટે જમીનની પૂરું ખોદાણ કરાવ્યું અને અંતમા આ મંદિર પૂરી રીતે નજર આવ્યું.
શિવ ભગવાનની થાય છે પૂજા :- મંદિર ની અંદર થી ભગવાન શંકરની શિવલિંગ મળી અને તેની ઠીક ઉપર માં ગંગા ની સફેદ રંગની પ્રતિમા મળી. પ્રતિમાની નાભી માંથી આપરૂપી જળ નીકળે છે જે તેની બને હાથ ની હથેળી થી શિવલિંગ પર પડે છે. મંદિર ની અંદર ગંગાની પ્રતિમા માંથી પાણી નીકળવું એ આપોઆપ જ કોહતુલ નો વિષય છે.
માં ગંગાની જલધારા નું રહસ્ય :- સવાલ એ છે કે આ પાણી આપોઆપ ક્યાં થી આવે છે તે આજ સુધી પણ રહસ્ય જ છે. કહેવાય છે કે શિવલિંગ પર જળાભિષેક કોઈ બીજું નહિ પણ માતા ગંગાજ કરે છે. અહી લગાવામાં આવેલા હેન્ડપંપ પણ રહસ્યોથી ઘેરાએલા છે. અહી લોકોને પાણી માટે હેન્ડપંપ ની જરૂર નથી પડતી પરંતુ તેમાંથી આપોઆપ પાણી નીચે પડે છે. ત્યાં મંદિર ની પાસે જ એક નદી છે. જે સુકાઈ ગયેલી છે. પણ ભીષણ ગરમી માં પણ આ હેન્ડપંપમાં થી પાણી લગાતાર નીચે પડે છે.
દર્શન માટે ઘણી મોટી સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુ :- લોકો દુર દુર થી અહી પૂજા માટે આવે છે. અને વર્ષ ભર અહી શ્રદ્ધાળુ ની ભીડ લાગી રહે છે. લોકો નું માનવું છે કે ટુટી ઝરણાં મંદિર માં જે કોઈ ભક્ત ભગવાનના આ અદ્ભુત રૂપ નું દર્શન કરીલે છે તેની બધીજ ઈચ્છા પૂરી થાય છે. ભક્તો શિવલિંગ પર પડતા પાણી ને પ્રશાદના રૂપ માં ગ્રહણ કરે છે. અને તેને પોતાના ઘરે લઈ જઈ ને રાખે છે. તેને ગ્રહણ કરવાની સાથે જ મન શાંત થઈ જાય છે. અને દુખો થી લડવાની તાકાત મળી જાય છે.
Leave a Reply