આયુર્વેદ અનુસાર આ ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે

એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં પ્રાકૃતિક સુંદરતા અને મજબુતાઇ લાવી શકીએ છીએ.ભાગદોડવાળી જિંદગી,વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે વાળ અકારણ જ સફેદ થવાં લાગે છે

વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. દરેક મહિલાની ઈચ્છા હોય છે કે તેના વાળ લાંબા, કાળા અને ઘટ્ટ હોય.જોકે વાળ સફેદ થવાની સામાન્ય ઉંમર ૩૫ -૪૦ વર્ષ પછી હોય છે, જ્યારે કેટલાકને વારસામાં મળે છે. સામાન્ય રીતે મહિલાઓ વાળ કાળા કરવા માટે કેમિકલવાળા રંગોનો ઉપયોગ કરે છે.

જેનું ખરાબ પરિણામ ધીરે ધીરે વાળ પર જોવા મળે છે. તો કેમિકલવાળા રંગોનો ઉપયોગ ન કરતા ઘરમાં જ પ્રાકૃતિક પેક બનાવીને વાળ પર લગાવવાથી વાળ કાળા અને મુલાયમ બને છે. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. ગમે તેટલા સુંદર વાળ હોય ખોડો તેમાં ડાઘ લગાડે છે.ખોડાને કારણે વાળની ખરવાની સમસ્યાં પણ સર્જાય છે. આયુર્વેદમાં ખોડો દૂર કરવા માટે ઘણા ઘરગથ્થુ ઉપચારો છે,જેનાથી આ તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે.

તો ચાલો જાણી લઈએ એને કાળા કરવાના ઉપચાર.વાળ માટે બનેલી મોટાભાગની પ્રોડક્ટ જેમ કે, શેમ્પૂ અથવા તેલમાં આમળા મુખ્ય ઘટક હોય છે. આમળાને રોજ કાચા ખાવાથી પણ અનેક ગણા ફાયદા થાય છે. જો તમે આમળાને કાચા ન ખાઈ શકતા હોવ તો તેને ખાંડીને એક ગ્લાસ પાણીમાં ભેળવી પી જાવ. તેનાથી ધીમેધીમે વાળ કાળા થવા લાગે છે.

મેંદીમાં પણ તમે આમળાનું પાણી અથવા પેસ્ટનો ઉમેરો કરીને વાળ પર લગાવી શકો છો.વડની છાલથી વાળને કોઈ આડઅસર થતી નથી. વડની છાલ અને મેંદી વાળને પ્રાકૃતિક સુંદરતા આપે છે. વડની છાલને ઘસીને મેંદીમાં ભેળવી વાળ પર લગાવો. ત્રણ કલાક પછી વાળને પાણીથી ધોઈ લો. આ પેસ્ટ લગાવવાથી માત્ર વાળ કાળા જ નહીં થાય પણ તેનાથી વાળ મજબૂત, ઘાટ્ટા અને મુલાયમ બને છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *